પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબઝ શરીફે કહ્યું છે કે આસિફ અલી ઝરદારી દેશના આગામી રાષ્ટ્રપતિ બનવાના છે.
ગઈકાલે રાત્રે ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે સત્તાધારી ગઠબંધનના તમામ સહયોગીઓ આવતીકાલે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝરદારીને સમર્થન આપવા સંમત થયા છે. અલી ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના સહ-અધ્યક્ષ છે, અને ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી પાકિસ્તાનના ૧૧ મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.