ધર્મશાલામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ હતી. બોલરોના દમ પર ભારતે ત્રીજા જ દિવસે ઈંગ્લેન્ડને પછાડીને શાનદાર જીત નોંધાવી હતી.

ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ : ભારત વિ ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ મેચની અંતિમ મેચમાં ભારતે શાનદાર જીત હાંસલ કરી હતી. મેચના ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં ધબડકો થયો હતો અને ઈંગ્લેન્ડનો બીજો દાવ માત્ર 195 રનમાં જ સમેટાઈ ગયો હતો. ધર્મશાલા ટેસ્ટ મેટમાં ભારતે એક દાવ અને 64 રનની લીડ સાથે શાનદાર જીત હાંસલ કરી હતી. જ્યારે ઈંગ્લેન્ડને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતનો હીરો આ અશ્વિન બન્યો હતો. ત્રણ દિવસમાં અશ્વિને કુલ નવ વિકેટ લીધી હતી.
ભારતે ધર્મશાલા ટેસ્ટમાં એક દાવ અને ૬૪ રને જીત મેળવી હતી
ટીમ ઈન્ડિયાએ ધર્મશાલા ટેસ્ટ એક ઈનિંગ અને ૬૪ રને જીતી લીધી છે. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે મેચ ત્રીજા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડનો બીજો દાવ ૧૯૫ રનમાં સમેટાઈ ગયો હતો. કુલદીપ યાદવે છેલ્લી વિકેટ જો રૂટના રૂપમાં લીધી હતી.
અશ્વિને આ મેચમાં ૯ વિકેટ લીધી હતી
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ ૫ વિકેટ લીધી હતી. તેણે આખી મેચમાં કુલ ૯ વિકેટ ઝડપી હતી. અશ્વિને પ્રથમ દાવમાં ૪ વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ૨-૨ સફળતા મળી હતી. ૧ વિકેટ રવિન્દ્ર જાડેજાના ખાતામાં ગઈ.
જો રૂટનો બીજી ઈનિંગ્સ માટે સંઘર્ષ
પોતાની ૧૦૦ મી ટેસ્ટ રમી રહેલા આર અશ્વિને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લઈને ઈંગ્લેન્ડની બેટિંગની કમર તોડી નાખી હતી. તેના સિવાય જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. જો રૂટે બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ માટે સંઘર્ષ કર્યો હતો, તેણે એકલા જ ફિનિશિંગ કર્યું હતું. જો રૂટ ૮૪ રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો.