લાલુ યાદવના નજીકના સુભાષ યાદવની ઇડી દ્વારા ધરપકડ

આરજેડી નેતા સુભાષ યાદવે લોકસભ ચૂંટણી ૨૦૧૯ માં ઝારખંડના ચતરા થી રાજદ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.

લાલુ યાદવના નજીકના સુભાષ યાદવની ઇડી દ્વારા ધરપકડ, 2 કરોડ રોકડ સહિત દસ્તાવેજો જપ્ત; જાણો શું છે મામલો

સુભાષ યાદવની ધરપકડ: આરજેડી વડા લાલુ યાદવના નજીકના આરજેડી નેતા સુભાષ યાદવની શનિવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ઈડી એ સુભાષ યાદવના પરિસરમાંથી લગભગ 2.કરોડ રૂપિયા થી વધુ રોકડ તેમજ ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે. તપાસ એજન્સીએ શનિવારે તેના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર સુભાષ યાદવની તેમના પટના સ્થિત ઘરેથી ઈડીએ ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ સુભાષ યાદવને પટનાની બેઉર જેલમાં શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. ઈડીએ માઈનિંગ કેસને લઈને સુભાષ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

શનિવારે આવકવેરા વિભાગે માત્ર સુભાષ યાદવ જ નહીં પરંતુ આરજેડી એમએલસી વિનોદ જયસ્વાલના ઘર પર દરોડા પાડ્યા હતા અને ૬ કલાકથી વધુ સમય સુધી તપાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે તેમાં રિયલ એસ્ટેટ સંબંધિત રોકાણના દસ્તાવેજો પણ સામેલ છે.

સુભાષ યાદવ લાલુ પરિવારના નજીક

સુભાષ યાદવને લાલુ યાદવના પરિવારના નજીકના માનવામાં આવે છે. એવો પણ આરોપ છે કે લાલુ પરિવારના સંબંધીઓને ફ્લેટ અને જમીન અપાવવામાં સુભાષ યાદવનો હાથ હતો.

૨૦૧૯ માં ચતરાથી લોકસભા ચૂંટણી લડી

આ પહેલા પણ આવકવેરા વિભાગની ટીમે સુભાષ યાદવના પરિસરમાં દરોડા પાડ્યા હતા. વર્ષ ૨૦૧૮ માં આવકવેરા વિભાગની ટીમે પટના, દિલ્હી અને ધનબાદમાં દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે સુભાષ યાદવ પણ આરજેડીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સુભાષ યાદવે લોકસભા ચૂંટણી ૨૦૧૯ ઝારખંડના ચતરાથી આરજેડી ઉમેદવાર તરીકે લડ્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *