સયાજીરાવ ગાયકવાડની ૧૬૧ મી જન્મજંયતી

પ્રજાવત્સલ મહારાજા ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી.

વડોદરાના દીર્ઘદ્રષ્ટા અને કુશળ રાજવી શ્રીમંત મહારાજા સરસયાજીરાવ ગાયકવાડની આજે ૧૬૧ મી જન્મ જયંતી છે.

ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાવત્સલ મહારાજા ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાન સભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ,મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશ્નર સહિત સાંસદ ધારાસભ્યો, વિપક્ષના નેતા અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. સર સયાજીરાવ  ગાયકવાડે  વડોદરા શહેરના નગરજનો માટે કરેલા કામોને યાદ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.

મહારાજાએ પોતાના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણસંબંધી અનેક સુધારા કર્યા હતા. શાસન અને વ્યવસ્થાને અલગ બનાવ્યા. રાજ્યની ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું. કીર્તિ મંદિર, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, લક્ષ્મી વિલાસ મહેલ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવ્યું.તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૯માં અવસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *