આજે મંગળવારના દિવસે દેશ વિદેશની મુખ્ય ઘટનાઓ વિશે વાત કરીએ તો આજે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે તો દેશમાં સીએએ કાયદો લાગું થયો છે. દેશને વધુ ૧૦ વંદેભારત ટ્રેનો મળશે.
આજે ૧૨ માર્ચ ૨૦૨૪, મંગળવાર છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ની પહેલા વડાપ્રધાન ફરીથી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદી આજે અમદાવાદના આંગણે પધારશે. અહીં ૮૫ હજાર કરોડથી વધારેના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે.
વડાપ્રધાન મોદી અમદાવાદના આંગણે, કોચરબ આશ્રમનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ગુજરાતના મહેમાન બનવા છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવશે. જ્યાં પીએમ મોદી ૮૫ હજાર કરોડથી વધુના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. સાથે સાથે પીએમ મોદી કોચરબ આશ્રમનું પણ ઉદ્ઘાટન કરવાના છે અને સાબરમતીમાં ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો પણ શુભારંભ કરશે.. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.