સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિકા કંબોજે કહ્યું કે, હાલ તાત્કાલિક સુધારા કરવાની જરૂરી છે. વોટ પાવર કાઉન્સિલની નિર્ણય પ્રક્રિયામાં અવરોધ ન બનવો જોઈએ.

ભારત એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારણા કરવા પર ભાર મૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ૭૮ મા સત્રની અનૌપચારિક બેઠકમાં કહ્યું કે તાત્કાલિક સુધારાની જરૂર છે. રુચિરા કંબોજે કહ્યું કે ૨૫ વર્ષ વીતી ગયા છે અને દુનિયાએ ક્યાં સુધી રાહ જોવી જોઈએ? તેમણે કહ્યું કે વિશ્વ અને આપણી આવનારી પેઢીઓ વધુ રાહ જોઈ શકે નહીં.
સંયુક્ત રાષ્ટ્રની ૮૦ મી વર્ષગાંઠ પર સુધારા રજૂ કરવા જોઈએ – ભારત
રૂચિરા કંબોજે કહ્યું કે, આગામી વર્ષ સંયુક્ત રાષ્ટ્રની ૮૦ મી વર્ષગાંઠ છે. આવા સ્થિતિમાં આ પ્રસંગે જરૂરી સુધારા રજૂ કરવા જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આપણે આફ્રિકા સહિત ભાવી પેઢીની અવાજ પર ધ્યાન આપી સુધારાને આગળ વધારવા જોઇએ. જો આવું ન કરવામાં આવ્યું તો આપણે સંઘને ગુમનામીની ખીણમાં ધકેલી દઇશું.
વીટો પાવર વિશે પણ રૂચિરા કંબોજે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, વોટ પાવર કાઉન્સિલની નિર્ણય પ્રક્રિયામાં અવરોધ ન બનવો જોઈએ. ઉપરાંત, નવા સ્થાયી સભ્યોની સમીક્ષા દરમિયાન, જ્યાં સુધી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વીટોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. રૂચિરા કંબોજે તેમના સંબોધનમાં, સુધારણા પ્રક્રિયામાં વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય તેવા ચોક્કસ જૂથો અથવા દેશોને ઓળખવાનું સૂચન કર્યું હતું.
બ્રિટનનું ભારતને સમર્થન
ભારતને આ મામલે બ્રિટનનો સાથ મળ્યો છે. બ્રિટને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ભારત ના સૂચનોને સમર્થન આપ્યું છે. બ્રિટને X પર પોસ્ટ કર્યું કે સુરક્ષા પરિષદ આજની દુનિયાનું વધુ પ્રતિનિધિ હોવું જોઈએ. તેમણે કહ્યું કે અમે તેના વિસ્તરણને સમર્થન આપીએ છીએ અને વધુ વૈવિધ્યસભર, અસરકારક કાઉન્સિલ જોવા માંગીએ છીએ. બ્રિટને કહ્યું કે જી-૪ દેશો (બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન) પાસે કાયમી બેઠકો હોવી જોઈએ અને કાયમી પ્રતિનિધિત્વ હોવું જોઈએ.
એસ. જયશંકરે પણ સુધારાની હિમાયત
અગાઉ રાયસીના ડાયલોગ સમિટમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો જી-૨૦ નો વિસ્તાર કરી શકાય છે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સદસ્યતાનો પણ વિસ્તાર કરી શકાય છે.