બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનની ગઇકાલે હેલ્થ ખરાબ થયા હોવાના સમાચાર સામે આવ્યાં હતા. પરંતુ આ મામલે હવે બિગ બીએ મોટો ખુલાસો કર્યો છે.
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનએ ગઇકાલે એન્જીઓપ્લાસ્ટી સર્જરી કરાવી હોવાના સમાચાર સામે આવ્યાં હતા.જો કે આ અંગે હવે બિગ બીએ મોટો ખુલાસો કર્યો છે. બીગ બીએ તેમની ખરાબ તબિયતના અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવીને ફગાવી દીધા હતા.

અમિતાભ બચ્ચને ટ્વીટર X પર પોસ્ટ કરી હકીકત શું છે તે જણાવ્યું હું. બિગ બીએ જણાવ્યું કે, તે તે રુટિન ચેકઅપ માટે ગયા હતા. સાથે જ તે તેના દીકરા અભિષેક સાથે મેચની મજા માણી રહ્યા છે. તેથી તેના હેલ્થના ન્યૂઝ પર બ્રેક લાગી ગઇ છે.
મહત્વનું છે કે, અમિતાભ બચ્ચનની તબિયત લથડવાના સમાચાર મળતા જ ફેન્સ ચિતિંત હતા. જો કે બિગી બીને કંઇ નથી થયું તે જાણીને તેઓ હાશકારો અનુભવ્યા હશે.