ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને દર્શાવતી સૌથી મોટી ઇવેન્ટ્સમાંની એક આજથી શરૂ થઈ રહી છે. આ કાર્યક્રમ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ૨૦ મી માર્ચ સુધી યોજાશે.
ઇવેન્ટમાં AI, B2B, એગ્રીટેક, ડીપટેક, ક્લાઇમેટ ટેક, ગેમિંગ, એસ્પોર્ટ્સ, ફિનટેક, ઇન્ક્યુબેટર્સ અને એક્સિલરેટર્સ પર પેવેલિયન સહિત સેક્ટર-કેન્દ્રિત પેવેલિયન હશે. આ સ્ટાર્ટઅપ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સને સાહસ મૂડીવાદીઓ, રોકાણકારો અને સંભવિત કોર્પોરેટ ભાગીદારો સહિત શોધકર્તાઓના સ્પેક્ટ્રમ સાથે જોડવાનો છે.
રવિવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં DPIIT સેક્રેટરી રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં આટલા મોટા પાયે આયોજિત આ પ્રકારની આ પ્રથમ ઇવેન્ટ છે. ભારતમાં ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અને દરરોજ મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આ યાદીમાં ઉમેરાઈ રહી છે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લે તેવી અપેક્ષા છે. આ મેગા ઈવેન્ટમાં બે હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ, ત્રીસ હજાર ભાવિ સાહસિકો, પચાસ હજાર બિઝનેસ વિઝિટર્સ, હજારો રોકાણકારો અને પાંચસોથી વધુ ઈન્ક્યુબેટર્સ અને ડેલિગેશન્સ આ મેગા ઈવેન્ટમાં ભાગ લેશે.