ઇલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટે આજે ફરી એકવાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવી છે. અને સંપૂર્ણ માહિતી રજૂ કરવા માટે કડક આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડની સંપૂર્ણ વિગત આપવા SBI ને કર્યો આદેશ
ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા-એસબીઆઈને ફટકાર લગાવી છે અને પૂછ્યું છે કે શા માટે સંપૂર્ણ માહિતી શેર કરવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે SBIને સમયમર્યાદા આપી છે અને આદેશનું સંપૂર્ણ પાલન કરવા અને ૨૧ માર્ચે સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં સંપૂર્ણ માહિતી આપવા જણાવ્યું છે.
કોર્ટે એસબીઆઈના ચેરમેનને ૨૧ માર્ચ સુધીમાં એક સોગંદનામું દાખલ કરવા માટે પણ કહ્યું છે જેમાં સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે કંઈપણ છુપાવવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SBI પાસેથી માહિતી મળ્યા બાદ ચૂંટણી પંચે તરત જ તેની વેબસાઈટ પર માહિતી શેર કરવી જોઈએ.