રશિયન રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ

ભારતના ખાસ મિત્ર ગણાતા રશિયામાં ફરી એકવાર વ્લાદિમીર પુતિનની સરકાર બનવા જઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામમાં પુતિને ઐતિહાસિક જીત મેળવી છે.

રશિયન રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ: વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા, 88 ટકા વોટ સાથે તોડ્યો આ રેકોર્ડ

રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિન ફરી એકવાર જીતી ગયા છે. તેઓ સતત ૫ મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. રશિયામાં ૧૫ થી ૧૭ માર્ચ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં પુતિનને ૮૮ ટકા વોટ મળ્યા હતા. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, પોલસ્ટર પબ્લિક ફાઉન્ડેશન ફોર ઓપિનિયન (FOAM)ના એક્ઝિટ પોલ અનુસાર પુતિનને ૮૭.૮ % મત મળ્યા છે. રશિયાના સોવિયત પછીના ઇતિહાસમાં આ સૌથી મોટું પરિણામ છે.

રશિયન રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ : આ રેકોર્ડ તોડ્યો

રશિયાના સેન્ટ્રલ ઇલેક્શન કમિશન અનુસાર લગભગ ૬૦ % વિસ્તારોમાં મતોની ગણતરી બાદ પુતિનને ૮૭.૯૮ % મત મળ્યા છે. એક્ઝિટ પોલ અનુસાર પુતિનને ૮૭.૮ % લોકોએ મંજૂરી આપી હતી. વ્લાદિમીર પુતિન જોસેફ સ્ટાલિનને પાછળ છોડી દીધા છે અને ૨૦૦ વર્ષથી વધુ સમયથી રશિયાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર નેતા બનશે. રશિયન રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ બાદ પુતિને ઇતિહાસ સર્જોય હતો.

Russia President vladimir Putin | Russia President | vladimir Putin | Russiavladimir Putin | President of Russia | Russia

વ્લાદિમીર પુતિન રશિયાની ગુપ્તચર સંસ્થા કેજીબીના લેફ્ટનન્ટ કર્નલ છે. પુતિન પ્રથમ વખત ૧૯૯૯ માં સત્તામાં આવ્યા હતા. તેનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૫૨ ના રોજ લેનિનગ્રાડમાં થયો હતો, તે સમયના યુએસએસઆર. પુતિન ૧૯૯૯ અને ૨૦૦૮-૨૦૧૨ સુધી રશિયાના વડાપ્રધાન પણ હતા. પુતિને માત્ર ૧૨ વર્ષની ઉંમરે સામ્બો અને જુડોની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

પુતિને તેમના જીવનના ૧૫ મહત્વપૂર્ણ વર્ષ KGBમાં વિદેશી ગુપ્તચર અધિકારી તરીકે વિતાવ્યા હતા. ૧૯૯૦ માં તેઓ KGB સેવાઓમાંથી નિવૃત્ત થયા. તે સમયે પુતિન લેફ્ટનન્ટ કર્નલ હતા અને નિવૃત્ત થઈને રશિયા પરત ફર્યા હતા. રશિયા પાછા ફર્યા પછી, પુતિન લેનિનગ્રાડ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોક્ટર બન્યા અને સંસ્થાના આંતરિક સંબંધો માટે જવાબદાર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *