વડાપ્રધાન મોદી: મારા માટે તો દરેક માતા અને દીકરીઓ શક્તિનું સ્વરૂપ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હિંદુ ધર્મમાં શક્તિ શબ્દ હોય છે અને આપણે એક ‘શક્તિ’ સામે લડીએ છીએ.

લોકસભા ચૂંટણી નજીક આવતા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું શબ્દયુદ્ધ વધુ તિવ્ર બની ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અવારનવાર ભાજપ અને વડાપ્રધાન પર નિશાન સાધતા રહે છે, ત્યારે તેમણે ‘શક્તિ’વાળું નિવેદન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વળતો જવાબ આપ્યો છે.

‘મારા માટે તો દરેક માતા અને દીકરીઓ શક્તિનું સ્વરૂપ’

તેલંગાણા માં યોજાયેલી એક રેલીમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફરી ઈન્ડિયા ગઠબંધનઅને ખાસ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિપક્ષી પાર્ટીઓએ આ લડાઈ શક્તિ વિરુદ્ધ હોવાની જાહેરાત કરી છે. જોકે મારા મતે આપણા દેશની તમામ માતાઓ અને તમામ દિકરીઓ શક્તિનું રૂપ છે. હું માતાઓ અને દિકરીઓમાં શક્તિ રૂપે તેમની પૂજા કરું છું. હું ભારત માતાનો પણ પુજારી છું. ઈન્ડિયા ગઠબંધને પોતાના ચૂંટણી ઢંઢેરા માં જાહેરાત કરી છે કે, તેઓ શક્તિને ખતમ કરવા ઈચ્છે છે. હું તેમના આ પડકારનો સ્વિકાર કરું છું. હું દેશની માતા-દિકરીઓ માટે મારી જિંદગી કુરબાન કરવા તૈયાર છું.’

વડાપ્રધાને કહ્યું કે, ભાજપ માટે તેલંગણાનું સમર્થન વધતું જ જઈ રહ્યું છે. આજે સ્થિતિ એવી છે કે, આખો દેશ કે છે કે, ચાર જૂને એનડીએ ૪૦૦ ને પાર જશે. તેમણે કોંગ્રેસ નિશાન સાધતા કહ્યું કે, આ પાર્ટીએ તેલંગણાના એક એટીએમ રાજ્ય બનાવીને છોડી દીધું છે. અહીંના તમામ નાણાં પહેલા દિલ્હી પહોંચતા હતા.

રાહુલ ગાંધી

રવિવારે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના સમાપન વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ BJP અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ‘હિંદુ ધર્મમાં એક શબ્દ છે શક્તિ. આપણે એક શક્તિ સામે લડી રહ્યા છે. સવાલ એ છે કે શક્તિ શું છે. રાજાની આત્મા EVMમાં વસે છે , રાજાની આત્મા ED, CBI અને ઈન્કમટેક્સ જેવી સરકારી એજન્સીઓમાં વસે છે એ સત્ય છે. મહારાષ્ટ્રના એક વરિષ્ઠ નેતાએ કોંગ્રેસ છોડી ત્યારે મારાં માતાને કહ્યું હતું કે સોનિયાજી મને શરમ આવે છે પરંતુ મારી પાસે આ તાકાત સામે લડવાની શક્તિ નથી. હું જેલ જવા ઈચ્છતો નથી. હજારો લોકોને આ પ્રકારની ધમકી આપવામાં આવી છે. ’

રાહુલે ફરી ઈવીએમનો મુદ્દો ઉછાળતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ઈવીએમ વિના કોઈ ચૂંટણી જીતી શકે તેમ નથી. તેમણે સવાલ કર્યો હતો કે ચૂંટણી પંચ ઈવીએમથી નીકળી સ્લીપને મેળવવા માટે કેમ તૈયાર થતું નથી. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી માત્ર એક મુખવટો છે, તેઓ એક એક્ટર માત્ર છે. તેઓ  ખોખલું વ્યક્તિત્વ ધરાવે છે. ભારત જોડો ન્યાય યાત્રા આ બે વિચારધારાની લડાઈ છે. એ વિચારધારા કહે છે કે દેશ ઉપરના આદેશોથી ચાલશે અને સૌએ તેનું પાલન કરવાનું છે. બીજી વિચારધારા કહે છે કે દેશ વિકેન્દ્રિત રીતે ચાલશે.  બે વિચારધારાઓની લડાઈ હોય ત્યારે લોકોએ ડર્યા વિના લડત આપવી જોઈએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *