બિહારમાં એનડીએ વચ્ચે બેઠકોની વહેંચણી ફાઇનલ થઇ ગઇ. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (રામવિલાસ)ને ૫ લોકસભા સીટ આપવામાં આવી.

બિહારમાં એનડીએ વચ્ચે બેઠકોની વહેંચણી ફાઇનલ થઇ ગઇ છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપ બિહારની ૧૭ લોકસભા સીટ પર ચૂંટણી લડશે અને જેડીયૂ ૧૬ લોકસભા સીટ પર ઉમેદવાર ઉતારશે. ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી ને ૫ લોકસભા સીટ આપવામાં આવી છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે ચિરાગ પાસવાનની પાર્ટી પાંચ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે હિન્દુસ્તાની આવામ મોર્ચા અને રાષ્ટ્રીય લોક મોર્ચા એક-એક બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
ચિરાગ પાસવાનની પાર્ટી કઈ બેઠકો પર ચૂંટણી લડશે?
ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી પાંચ લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખગડિયા અને જમુઇ સામેલ છે. જીતનરામ માંઝીની પાર્ટી ગયા અને રાષ્ટ્રીય લોક મોર્ચા કરાકાટ લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે.
હું ક્યાંકને ક્યાંક હાજીપુરથી ચૂંટણી લડીશ – ચિરાગ પાસવાન
બિહારમાં સીટોની વહેંચણીની જાહેરાત પર લોક જનશક્તિ પાર્ટી ના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે મને પાર્ટી તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ હું ક્યાંકને ક્યાંક હાજીપુરથી ચૂંટણી લડીશ.