વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપ કરતા ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા દેશભરમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.

પીએમ નરેન્દ્ર મોદી સામે મમતા બેનર્જીની ટીએમસ એ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને પીએમ મોદી પર આચાર સંહિતના ભંગ કરવાનો આક્ષેપ મુક્યો છે. તેમણે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે. ઉ્લ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખ જાહેર થઇ ગઇ છે. આ સાથે જ દેશભરમાં ચૂંટણી આચાર સંહિતા પણ લાગુ થઇ છે.
મોદી સરકારે વોટ્સઅપ મેસેજ મોકલી આચાર સંહિતના ભંગ કર્યો – ડેરેક ઓ બ્રાયન
ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયને એક પત્રમાં લખ્યું છે – અમારા ધ્યાને આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 માર્ચ ૨૦૨૪ ના રોજ એક પત્ર લખ્યો છે, જે મારા પ્રિય કુટુંબના સભ્ય ને સંબોધવામાં આવ્યો છે, જેમાં તેમણે છેલ્લા એક દાયકામાં ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા વિવિધ કાર્યક્રમો/યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે . આ પત્ર સમગ્ર દેશમાં વોટ્સઅપ મેસેજ દ્વારા સામૂહિક રીતે ફોરવર્ડ કરવામાં આવ્યા છે.

ટીએમસી નેતાએ પત્રમાં લખ્યું છે – આઘાતજનક રીતે પીએમ નરેન્દ્ર મોદીના પત્રની સાથે એક સંદેશ છે જે આ મુજબ છે : આ પત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા મોકલવામાં આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતના ૧૪૦ કરોડથી વધુ નાગરિકોને ભારત સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળ્યો છે અને ભવિષ્યમાં પણ લાભ મળતો રહેશે. વિકાસીત ભારતનો સંકલ્પ પુરો કરવા માટે તમારા સાથ અને તમારા સૂચન બહુ મહત્વપૂર્ણ છે. આથી તમને વિનંતી છે કે, યોજનાઓને લઇ તમારા વિચારો અવશ્ય લખો. ધન્યવાદ.
ભાજપના પ્રચાર – પ્રસાર પાછળ સરકારી આવકનો ઉપયોગ : ડેરેક ઓ બ્રાયન
ડેરેક ઓ બ્રાયને આક્ષેપ કર્યો છે કે, આ એક સ્પષ્ટ કબૂલતા છે કે પીએમ મોદી અને ભાજપ કેન્દ્ર સરકારની આવકનો ઉપયોગ ભાજપના કાર્યક્રમો/યોજનાઓ વિશે ચર્ચા કરવા મતદારો સુધી પહોંચવા માટે કરી રહ્યા છે.
જો કે ઉપરોક્ત પત્ર તારીખ ૧૫/૦૩/૨૦૨૪નો છે, તે ૧૬/૦૩/૨૦૨૪ ના રોજ અને બપોરે ૦૩:૦૦ વાગ્યાથી આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા પછી મતદારોને વોટ્સઅપ મેસેજથી મોકલવામાં આવ્યો છે. તેથી, તે ચૂંટણી આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાની અવગણના કરે છે.