થોડા મહિનાઓ પહેલાં સિંગર મુંબઈમાં જોનસ બ્રધર્સ કોન્સર્ટ માટે તેના ભાઈઓ સાથે શહેરમાં હતો. આ વર્ષે નિકની મુંબઈમાં આ બીજી મુલાકાત છે.
એકટ્રેસ પ્રિયંકા ચોપરા ગયા અઠવાડિયે પુત્રી માલતી મેરી સાથે મુંબઈ આવી હતી. એક્ટ્રેસએ મુંબઈમાં ઈશા અંબાણી દ્વારા આયોજિત બલ્ગારી ઈવેન્ટમાં હાજરી આપી હતી. અભિનેત્રીના આવ્યા બાદ તેના પતિ નિક જોનસમાં પણ ઇન્ડિયા આવ્યા. સોમવારે વહેલી સવારે અમેરિકન સિંગર મુંબઈ એરપોર્ટ પરથી બહાર નીકળતો જોવા મળ્યું હતો. આ વર્ષે નિકની મુંબઈમાં આ બીજી મુલાકાત છે.
થોડા મહિનાઓ પહેલાં સિંગર મુંબઈમાં જોનસ બ્રધર્સ કોન્સર્ટ માટે તેના ભાઈઓ સાથે શહેરમાં હતો. તે સમયે પ્રિયંકા વર્ક કમિટમેન્ટ્સને કારણે આવી શકી નોહતી, આજે નિકને એરપોર્ટ પર બેજ કો-ઓર્ડ સેટ અને સ્લિંગ બેગ સાથે જોવા મળ્યો હતો.
હોળીના તહેવારને હવે થોડા દિવસો બાકી છે અને નિક મુંબઈમાં પહાચ્યો છે ત્યારે ઘણા લોકો અનુમાન કરી રહ્યા છે કે આ દંપતી તહેવારની ઉજવણી કરવા ભારત આવ્યા છે. ગઈકાલે જ, પ્રિયંકાએ બલ્ગારી ઈવેન્ટમાંથી કેટલીક અદભૂત તસવીરો પોસ્ટ હતી. આ પોસ્ટ પર નીકે રમુજી કમેન્ટ પણ કરી હતી.