કચ્છના બન્ની વિસ્તારમાં ઘાસિયા મેદાનમાં ઓચિંતા આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ૩૬ કલાક જેટલો સમય વીતી ગયા છતાં હજુ પણ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવાયો નથી. સ્થાનિકો દ્વારા હાથવગા સાધનો વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ભુજ ફાયર સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે.
કચ્છના બન્ની વિસ્તારમાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ જ કારણે, માલધારીઓ તેમના પાલતા પશુઓને ચરાવવા માટે અહીં લાવે છે. આ માલધારીઓ આ ઘાસના મેદાનમાં જ તેમના માટે રસોઈ અને ચા બનાવવા માટે આગ પ્રગટાવે છે, આ કારણથી ઘાસના મેદાનમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
૩૬ કલાક જેટલો સમય વીતી ગયા છતાં હજુ પણ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવાયો નથી. સ્થાનિકો દ્વારા હાથવગા સાધનો વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ભુજ ફાયર સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે.