કેતન ઇનામદારના રાજીનામા અને નારાજગી મામલે હર્ષ સંઘવી એ કહ્યું કે, વિકાસની યાત્રાને આગળ વધારવાનો નિર્ણય થયો છે તેમણે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને વાત કરી હતી.
લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂર જોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે રાજકીય પક્ષોના નેતાઓએ પણ પોતાના જુદા જુદા રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. એક તરફ કોંગ્રેસના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. તો બીજી તરફ ભાજપના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈમાનદારે ફેક્સ મારફતે રાજીનામું ધરી દીધું હતું. જો કે, અંતે કેતન ઈનામદાર પ્રદેશ અધ્યક્ષની વાત માની લીધી છે અને હવે તેઓ રાજીનામું નહી આપે તેવી વિગતો આવી છે. જો કે, આ રાજીનામાને એક ડ્રામો હોવાની પણ ચર્ચા છે.
કેતન ઇનામદારના રાજીનામા અને નારાજગી મામલે હર્ષ સંઘવીનું નવિદેન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. વિકાસની યાત્રાને આગળ વધારવાનો નિર્ણય થયો છે. નગરજનોની વાત હતી,એમના મનમાં લોકોની સેવા ધ્યેય હોય છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે, કાર્યકર્તા તરીકે અધ્યક્ષની વાતને માન આપ્યું છે. હવે કોઇ પ્રશ્ન નથી. જે પ્રશ્ન હતા એ ક્લીયર કરવામાં આવ્યા છે