મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે રાત્રે જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અરુણાચલ પ્રદેશમાં ગુરુવારે સવારે 3.40 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેની તીવ્રતા ૩.૪ હતી.
મહારાષ્ટ્રમાં એક પછી એક બે આંચકા અનુભવાયા હતા
મહારાષ્ટ્રમાં એક પછી એક બે આંચકા અનુભવાયા હતા. મહારાષ્ટ્રના હિંગોલીમાં સવારે ૦૬:૦૮ કલાકે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો, જેની તીવ્રતા ૪.૫ હતી. ત્યાર બાદ બરાબર ૧૧ મિનિટ બાદ ૦૬:૧૯ વાગ્યે ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો હતો. તેની તીવ્રતા ૩.૬ હતી. ભૂકંપનો ડર લાગતાં જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.