કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સિટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકઓએ ભાગ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લાના કોડિનારમાં આવેલા સ્વામી વિવેકાનંદ ગાર્ડનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સિટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ ભાગ લીધો હતો. કોડિનાર નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ પાર્કે મિક્સ કેટેગરીમાં બીજો ક્રમ અને તમામ નગરપાલિકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ દ્વારા કોડીનાર નગર પાલિકાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો..આ ગાર્ડનમાં વર્ષો જૂના નાળિયેરી અને આંબાના વૃક્ષો આવેલા છે. અહીં એક કિલોમીટર લાંબો વોકિંગ ટ્રેક પણ છે. ચાર હેકટરના આ ગાર્ડનની કુલ ૧૬ કર્મચારીઓ નિયમિત દેખભાળ રાખે છે, અને સવાર-સાંજ અહીં સેંકડો લોકો ગાર્ડનની મુલાકાત લે છે.