આઈપીએલ ૨૦૨૪: સીએસકેની જીત સાથે શરૂઆત

આરસીબીના ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૩ રન, સીએસકેએ ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો.

આઈપીએલ ૨૦૨૪ માં ચેન્નઇ સુપર કિંગ્સે જીત સાથે શરૂઆત કરી છે. મુશ્તાફિઝુર રહેમાન (૪ વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ ૨૦૨૪ માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ૬ વિકેટે વિજય મેળવ્યો છે. આરસીબીએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૩ રન બનાવ્યા હતા. જવાબમાં સીએસકેએ ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો છે.

ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે મેદાનમાં ઉતરી છે. મહેન્દ્રસિંહ ધોની વિકેટકીપર બેટ્સમેન તરીકે જ ચેન્નઈ તરફથી રમી રહ્યો છે. પ્રથમ મેચ પહેલા આઇપીએલની ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, ગાયક સોનુ નિગમ અને એ.આર.રહેમાન શાનદાર પર્ફોમન્સ કર્યું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર –

ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરુન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત, કર્ણ શર્મા, અલઝારી જોસેફ, મયંક ડાંગર, મોહમ્મદ સિરાજ

ચેન્નઈ સુપર કિંગ્સ –

રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની, દીપક ચાહર, મહેશ તિક્ષાણા, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *