આઈપીએલ ૨૦૨૪નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. દેશમાં લોકસભા ચૂંટણીને કારણે શરૂઆતમાં માત્ર ૨૧ મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

આઈપીએલ ૨૦૨૪નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઇ ગયો છે . આ ટૂર્નામેન્ટની શરૂઆત ૨૨ માર્ચથી થઈ ગઇ છે પરંતુ દેશમાં લોકસભા ચૂંટણીને કારણે શરૂઆતમાં માત્ર ૨૧ મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ૨૨ માર્ચ ૨૦૨૪થી ૭ એપ્રિલ સુધીની મેચોની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ આગામી કાર્યક્રમ જાહેર કરવા માટે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતની રાહ જોઈ રહ્યું હતું. ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પછી હવે બીસીસીઆઈએ બાકીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
બોર્ડે જાહેર કરેલો બાકીનો કાર્યક્રમ ૮ એપ્રિલથી એટલે કે એક પણ દિવસનો વચ્ચે ગેપ નથી. પહેલા તબક્કાની જેમ જ બીજા તબક્કાની પહેલી મેચમાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ રમી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ૮ એપ્રિલે ચેપોક ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે.
- ચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 22 માર્ચ, ચેન્નાઈ રાત્રે 8 વાગ્યે
- પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ, 23 માર્ચ, મોહાલી, બપોરે 3.30 વાગ્યે.
- કલકત્તા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ, 23 માર્ચ, કલકત્તા, સાંજે 7.30 વાગ્યે.
- રાજસ્થાન રોયલ્સ VS લખનૌઉ સુપર જાયન્ટ્સ, 24 માર્ચ, જયપુર, બપોરે 3.30 વાગ્યે.
- ગુજરાત ટાઈટન્સ VS મુંબઈ ઈન્ડિયન્સ, 24 માર્ચ, અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સ, 25 માર્ચ, બેંગ્લોર, સાંજે 7.30 વાગ્યે.
- ચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઈટન્સ, 26 માર્ચ, ચેન્નાઈ, સાંજે 7.30 વાગ્યે.
- સનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સ, 27 માર્ચ, હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે
- રાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સ, 28 માર્ચ, જયપુર, સાંજે 7.30 વાગ્યે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કલકત્તા નાઈટ રાઈડર્સ, 29 માર્ચ, બેંગ્લોર, સાંજે 7.30 વાગ્યે
- લખનૌઉ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સ, 30 માર્ચ, લખનૌઉ, સાંજે 7.30 વાગ્યે
- ગુજરાત ટાઈટન્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ, 31 માર્ચ, અમદાવાદ બપોરે 3.30 વાગ્યે.
- દિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ, 31 માર્ચ, વાઈજેગ, સાંજે 7.30 વાગ્યે.
- મુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સ, 1 એપ્રિલ, મુંબઈ સાંજે 7.30 વાગ્યે.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌઉ સુપર જાયન્ટ્સ, 2 એપ્રિલ, બેંગ્લોર સાંજે 7.30 વાગ્યે.
- દિલ્હી કેપિટલ્સ VS કલકત્તા નાઈટ રાઈડર્સ, 3 એપ્રિલ, વાઈજેગ, સાંજે 7.30 વાગ્યે.
- ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ, 4 એપ્રિલ, અમદાવાદ, સાંજે 7.30 વાગ્યે.
- સનરાઈઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઈ સુપર કિંગ્સ, 5 એપ્રિલ, હૈદરાબાદ, સાંજે 7.30 વાગ્યે.
- રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 6 એપ્રિલ જયપુર, સાંજે 7.30 વાગ્યે.
- મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સ, 7 એપ્રિલ, મુંબઈ, બપોરે 3.30 વાગ્યે.
- લખનૌઉ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઈટન્સ, 7 એપ્રિલ, લખનૌઉ, સાંજે 7.30 વાગ્યે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર ૧ અને એલિમિનેટર
આઈપીએલની ક્વોલિફાયર-૧ અને એલિમિનેટર મેચ ૨૧ અને ૨૨ મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ક્વોલિફાયર- ૨ અને ફાઇનલ ચેન્નઇના ચેપોકમાં ૨૪ અને ૨૬ મે ના રોજ રમાશે. આ બંને સ્ટેડિયમ પ્લેઓફ અને ફાઇનલ માટે એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કારણ કે ગત વર્ષે ચેન્નઇ સુપર કિંગ્સ ચેમ્પિયન બની હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચ્યું હતું. આ જ કારણે પ્રથમ મેચ પણ ચેન્નઇમાં રમાઇ હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજુ ૮ મેચો રમાશે
પ્રથમ અને બીજા તબક્કામાં જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજુ કુલ ૮ મેચો રમાશે. પ્રથમ તબક્કાના કાર્યક્રમ પ્રમાણે ૩૧ માર્ચે સનરાઇઝર્સ હૈદરબાદ સામે અને ૪ એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમશે. આ સિવાય 16 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ્સ સામે રમશે. આ સિવાય ગુજરાત ટાઇટન્સ ૨૮ એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે, ૧૦ મેના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૧૩ મે ના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે. આ સિવાય ક્વોલિફાયર-૧ અને એલિમિનેટર મુકાબલો અમદાવાદમાં રમાશે. એટલે કે કુલ ૮ મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આઇપીએલના બાકીના કાર્યક્રમ અનુસાર તારીખ ૨૧મી એપ્રિલે ડબલ હેડર્સ રમાશે. આ પછી ૨૭ અને ૨૮ એપ્રિલના રોજ ડબલ હેડર્સ રાખવામાં આવ્યા છે. ૫ મે ના રોજ પણ ડબલહેડર છે. ૫ મે બાદ ૧૨ મેના રોજ ડબલ હેડર્સ થશે. લીગ સ્ટેજની છેલ્લી મેચ ૧૯ મે ના રોજ રમાશે. ૧૯ મેના રોજ ડબલ હેડર મુકાબલો છે. આઇપીએલ ૨૦૨૪ના લીગ સ્ટેજની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર પંજાબ કિંગ્સ તેની બે મેચ ધર્મશાલામાં રમશે. રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીમાં બે મેચ રમશે.