ચૂંટણી કાર્ડ વગર પણ લોકસભા ચૂંટણીમાં કરી શકો છો મતદાન

લોકસભા ચૂંટણી ૨૦૨૪ : તમે તમારું નામ મતદાર યાદીમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે નોંધાવી શકો છો.

ચૂંટણી કાર્ડ વગર પણ લોકસભા ચૂંટણીમાં કરી શકો છો મતદાન, જાણો શું છે પ્રક્રિયા

લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તારીખો જાહેર થઈ ગઈ છે અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. દેશભરમાં લોકસભાની ચૂંટણી ૭ તબક્કામાં યોજાશે. આવી સ્થિતિમાં ઘણા લોકો વોટર આઈડીને લઈને ચિંતિત છે. પરંતુ મત આપવા માટે મતદાર ઓળખપત્ર હોવું જરૂરી નથી. તમે તેના વિના મત આપી શકો છો.

જો તમે ૧૮ વર્ષના થઈ ગયા છો, તો તમે તમારા નજીકના બૂથ પર જઈને મત આપી શકો છો. જો તમારી પાસે વોટર આઈડી ન હોય તો પણ તમે અન્ય કોઈ ઓળખપત્ર સાથે મતદાન કરવા જઈ શકો છો. તમારે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તમારું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ. તમે તમારું નામ મતદાર યાદીમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે નોંધાવી શકો છો.

ઓનલાઇન રીતે મતદાર યાદીમાં નામ કેવી રીતે સામેલ કરવું?

જો તમારે તમારું નામ ઓનલાઇન રીતે મતદાર યાદીમાં સામેલ કરવું હોય તો ચૂંટણી પંચની સાઇટ પર જઇને ફોર્મ નંબર ૬ ભરો. આવામાં તમારે તમારું નામ, જન્મ તારીખ અને એડ્રેસ જેવી બેઝિક જાણકારી આપવી પડશે. આ પછી તમે આ દસ્તાવેજ અપલોડ કરો અને તમારું નામ મતદાર યાદીમાં રજિસ્ટર થઇ જશે.

ઓફલાઇન રીતે મતદાર યાદીમાં નોંધણી કરાવો

જો તમારે ઓફલાઇન મોડમાં મતદાર યાદીમાં નોંધણી કરાવવી છે તો આ માટે તમારે નોંધણી અધિકારીઓ, સહાયક મતદાર નોંધણી અધિકારી અને બૂથ લેવલ અધિકારીઓનો સંપર્ક કરવો પડશે. આ માટે તમારે તેમની ઓફિસ જઈને ત્યાંથી ફોર્મ 6 લેવું પડશે. તમે ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવશો અને તે પછી તમારી માહિતી મતદાન વિસ્તારના બૂથ લેવલ ઓફિસરને સોંપવામાં આવશે. ત્યારબાદ તમે ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન કરી શકો છો.

જો તમારી પાસે મતદાર ઓળખપત્ર નથી અને તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે આધારકાર્ડ, મનરેગા જોબકાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ ફોટો સાથે પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલું આરોગ્ય વીમા કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાનકાર્ડ જેવા ઓળખકાર્ડને તમારા નજીકના મતદાન મથક પર લઈ જઈને મત આપી શકો છો. આ સિવાય તમે સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ અને પેન્શન ડોક્યુમેન્ટ દ્વારા તમારી ઓળખની ચકાસણી કરીને પણ મતદાન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *