દિલ્હીની દારૂની નીતિના મુદ્દા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે આરોપી કે.કવિતાને ૯ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે.

દિલ્હીની દારૂની નીતિના મુદ્દા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે આરોપી કે.કવિતાને ૯ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. EDએ કવિતાની જામીન અરજી પર તેનો જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, જ્યારે કવિતાના વકીલે કહ્યું હતું કે જ્યાં સુધી ED નિયમિત જામીન અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય માંગે છે ત્યાં સુધી કવિતાને વચગાળાના જામીન આપવામાં આવે. કે કવિતાએ તેના પુત્રની બોર્ડની પરીક્ષાને ટાંકીને વચગાળાના જામીન પણ માંગ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટ હવે ૧ એપ્રિલે કે કવિતાના વચગાળાના જામીન પર સુનાવણી કરશે.