ભીડા એન્ટિઓક્સિડેન્ટ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને મજબૂત બનાવે છે.

ભીંડા ઉનાળામાં મળતું શાક છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ભીંડાનો સમગ્ર ભારતમાં વ્યાપક પ્રમાણમાં વપરાશ થાય છે. આ શાક મોટા ભાગના લોકોનું મનપસંદ શાક છે. પોષક તત્વોથી ભરપૂર આ શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે અઢળક ફાયદાઓ થાય છે. આ શાકભાજી પોષક તત્વો અને ફાયદાકારક એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી સમૃદ્ધ છે. જો આ શાકનું પાણી બનાવીને સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.
એબોની સિએરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને એક રીલમાં દાવો કર્યો હતો કે, ભીંડાનું પાણી આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે જે સંપૂર્ણ સ્વાસ્થ્ય અને ક્વોલિટીઓફ લાઈફને વધારો કરી શકે છે. બેંગલુરુની અથરેયા હોસ્પિટલના ચીફ ન્યુટ્રિશનિસ્ટ અક્ષિતા રેડ્ડી સાથે વાત કરી હતી અને એ વાતની પુષ્ટિ કરી હતી કે ભીંડાનું પાણી એકંદરે આરોગ્ય પર હકારાત્મક અસર કરી શકે છે.
હેલ્થ એક્સપર્ટસ પાસેથી જાણીયે ભીંડાના પાણીનું સેવન શા માટે કરવું જોઈએ?
ભીંડા પોષક તત્વોનો ખજાનો
ભીંડાનું પાણી વિટામિન સી, ફ્લેવોનોઇડ અને ફેનોલિક સંયોજનો સહિતના એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મોથી સમૃદ્ધ છે, જે મુક્ત રેડિકલ્સને કારણે થતા ઓક્સિડેટિવ તણાવને રોકવામાં અને રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. એન્ટિઓક્સિડેન્ટ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી ભરપૂર ભીંડાનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને બળતરા ઘટાડે છે.
ફાઇબરથી ભરપૂર ભીંડા પાચન શક્તિ સુધારે છે
ફાઇબરથી ભરપૂર ભીંડાનું સેવન પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. ભીંડામાં અદ્રાવ્ય ફાઇબર હોય છે જે મળને નરમ બનાવે છે અને કબજિયાત મટાડે છે. તેના સેવનથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. આ ઉપરાંત ભીંડાના પાણીમાં દ્રાવ્ય ફાઇબર પણ હોય છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા સમાન
ફ્લેવોનોઇડ્સ અને પોલિફેનોલ્સથી ભરપૂર ભીંડા ડાયાબિટીસ ના દર્દીઓ પર દવાની જેમ કામ કરે છે. ભીંડાના પાણીમાં ફ્લેવોનોઇડ્સ અને પોલિફેનોલ્સ હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે અને બલ્ડ સુગર લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
જ્ઞાનાત્મક કાર્ય સુધારે છે
ભીંડાના પાણીમાં ફોલેટ હોય છે જે માનસિક સ્વાસ્થ્ય સુધારે છે. તેના સેવનથી મગજના કોષના વિકાસમાં મદદ મળે છે અને જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો થાય છે. યાદ રાખો કે ભીંડાનું પાણી મર્યાદિત માત્રામાં પીવું નહીં તો તેનું સેવન કરવાથી પાચનની સમસ્યાઓ વધી શકે છે.