ભાજપ સુપ્રિયા શ્રીનેતના નિવેદન સામે ચૂંટણી પંચમાં ગયું છે તો દિલીપ ઘોષના નિવેદન સામે ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે.

કોંગ્રેસના સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. એક તરફ ભાજપ સુપ્રિયા સામે ચૂંટણી પંચમાં ગયું છે તો દિલીપના નિવેદન સામે ટીએમસીએ વાંધો ઉઠાવ્યો હતો. હવે બંને નેતાઓને ચૂંટણી પંચે નોટિસ આપીને સ્પષ્ટીકરણ માગ્યું છે. આ સમયે બંને નિવેદનો ચર્ચાનો વિષય બની રહ્યા છે અને તેના કારણે વિવાદ પણ ચાલી રહ્યો છે.
સુપ્રિયા શ્રીનેતે કંગના રનૌત વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી
જો સુપ્રિયા શ્રીનેતના નિવેદનની વાત કરીએ તો તેમણે થોડા દિવસ પહેલા જ ભાજપની મંડી ઉમેદવાર અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તે અલગ બાબત છે કે શ્રીનેતે દાવો કર્યો હતો કે તેમનું એકાઉન્ટ હેક થયું હતું અને તે નિવેદન તેમના તરફથી આપવામાં આવ્યું ન હતું. તો બીજી તરફ ભાજપના દિલીપ ઘોષે મમતા બેનર્જીને લઇને વાંધાજનક ટિપ્પણી કરી હતી.
દિલીપ ઘોષે મમતા બેનર્જી પર વિવાદાસ્પદ નિવેદન કર્યું
દિલીપ ઘોષે એક નિવેદનમાં કહ્યું હતું કે મમતા ગોવા જાય છે અને કહે છે કે તે ત્યાં એક છોકરી છે, ત્રિપુરા જાય છે અને કહે છે કે તે ત્યાની છોકરી છે. તે પહેલા એ નિર્ણય કરી લે તે તેમના પિતા કોણ છે. હવે આ નિવેદન બાદ ભાજપે સૌથી પહેલા દિલીપ ઘોષને કારણદર્શક નોટિસ મોકલી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આવા નિવેદનો ભાજપની પરંપરાની વિરુદ્ધ છે.
બીજી તરફ સુપ્રિયા શ્રીનેતના નિવેદન વિશે વાત કરતા તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે’મંડી’માં શું ચાલી રહ્યું છે. તેમના આ નિવેદન પર હંગામો થયો અને આ જોત જોતા આ મામલો મહિલા આયોગ અને ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે. હાલ તો કોંગ્રેસ આ મામલે સાવધાનીથી આગળ વધી રહી છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ કંગનાને હિમાચલની દીકરી ગણાવી છે, વિક્રમાદિત્ય સિંહે પણ તેનું સમર્થન કર્યું છે.