અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં કોર્ટને કહ્યું, ‘તેઓ AAP ને તોડવા માગે છે

અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ દિલ્હી રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા, કેજરીવાલે કોર્ટને કહ્યું, ઈડી પાસે બે હેતુ, આપ ને કચડવી અને ખંડણીનું રેકેટ ઉભુ કરવું, આ બધુ રાજકીય ષડયંત્ર છે.

અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં કોર્ટને કહ્યું, ‘તેઓ AAP ને તોડવા માગે છે, હું તપાસ માટે તૈયાર છું…’

સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હીના દારૂ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ટ્રાયલ કોર્ટે સીએમ કેજરીવાલને ૨૮ માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે પોતાના આદેશમાં કેજરીવાલને રિમાન્ડની મુદત પૂરી થયા બાદ બપોરે ૦૨:૦૦ વાગ્યે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં જતા પહેલા કેજરીવાલે કહ્યું હતુ કે, આ એક રાજકીય ષડયંત્ર છે અને પ્રજા તેનો જવાબ આપશે.

અરવિંદ કેજીવાલે કોર્ટને શું કહ્યું?

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે, તેમણે મનીષ સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણા અમલદારો અને ધારાસભ્યો નિયમિતપણે તેમના નિવાસસ્થાને આવતા હતા. શું જુદા જુદા લોકો દ્વારા કરવામાં આવેલા ચાર નિવેદનો વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતા છે?

રાઉસ એવન્યુ કોર્ટમાં સીએમ કેજરીવાલે ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે નિવેદન આપ્યું અને કહ્યું કે, ભાજપને પૈસા મળી રહ્યા છે. ઈડીએ અરવિંદ કેજરીવાલના નિવેદનનો વિરોધ કર્યો છે.

આ કેસમાં લોકોને દબાણ પૂર્વક સરકારી સાક્ષી બનાવવામાં આવી રહ્યા

કેજરીવાલે તેમની ધરપકડ પાછળ રાજકીય ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ કેસમાં લોકોને સરકારી સાક્ષી બનાવવામાં આવી રહ્યા છે અને તેમના નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ ૧૦૦ કરોડનું કૌભાંડ હતું. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, પૈસાની લેવડદેવડ હજુ સુધી મળી નથી. ED નો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *