RBI ના નિર્દેશાનુસાર આગામી શનિવાર અને રવિવારે બેન્કો ખુલ્લી રહેશે

૨૮ માર્ચ ગુડ ફ્રાઈડે નિમિત્તે ૨૯ માર્ચે, ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. જોકે, ૩૦-૩૧ માર્ચે બેંકો ખુલ્લી રહેશે. આવી સ્થિતિમાં, જો બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય, તો તમે તેને શનિવાર અને રવિવારે પૂર્ણ કરી શકો છો.

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, બેંકોને ૩૦ માર્ચ અને ૩૧ માર્ચના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી સરકારી વ્યવહારો સાથે સંબંધિત કાઉન્ટર્સ ખુલ્લા રાખવાનો નિર્દેશ આપ્યો છે. આરબીઆઈ એ, બેંકોને ટેક્સ ડિપોઝીટ માટે તેમની શાખાઓ ખુલ્લી રાખવા સૂચના આપી છે. જો કે, શનિવાર અને રવિવારે બધી બેંકો ખુલ્લી રહેશે નહીં, ફક્ત તે બેંકો ખુલ્લી રહેશે જ્યાં ટેક્સ વસૂલાતની કામગીરી થવાની છે.

વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વની રાણાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે નાણાકીય વર્ષ પૂરા થતા મહિનાની છેલ્લી તારીખ ૩૧ માર્ચે બેંકોની શાખાઓ કર જમા કરવા માટે ખુલ્લી રહે છે, પરંતુ આ વખતે રવિવાર હોવાથી રિઝર્વ બેંક એ આવો નિર્ણય કર્યો છે.

રિઝર્વ બેંકની રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં બેંકોની ૧૪ દિવસની રજાઓ છે, જેમાં રવિવારની સાપ્તાહિક રજા અને બે શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ૨૯ માર્ચ ગુડ ફ્રાઈડેના દિવસે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંકની રજાઓની યાદી અનુસાર ગુડ ફ્રાઈડેના દિવસે ત્રિપુરા, આસામ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને શ્રીનગર સિવાય તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *