પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટ NDPS કેસમાં દોષિત ઠેરાવ્યા

પૂર્વ IPS સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટ NDPS કેસમાં દોષિત ઠેરવી ૨૦ વર્ષની સજા અને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને અલગ-અલગ ૧૧ કલમો હેઠળ દોષિત ઠેરવી સજા અને દંડ ફટકરાયો છે જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદ ની સજા કરવાની જોગવાઈ કરાઇ છે.

વર્ષ ૧૯૯૬ માં બનાસકાંઠાના તત્કાલીન SP સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં ૧.૧૫ કિલો અફીણ રખાવી ખોટો કેસ કર્યો હતો .

પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ ૬ મહિના સુધી હડતાળ કરી હતી. ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા ૨૦૧૮ માં સંજીવ ભટ્ટની CID ક્રાઇમે ધરપકડ કરી હતી. આ કેસને લઈને સંજીવ ભટ્ટ સાડા પાંચ વર્ષથી પાલનપુરની સબજેલમાં હતા

તમને જણાવી દઈએ કે ૧૯૯૬ ના આ કેસમાં બનાસકાંઠાના તે સમયે SP રહેલા સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટલમાં ૧.૫ કિલો અફીણ રાખીને એક વકીલને નાર્કોટિક્સ કેસમાં ફસાવવાનો આરોપ હતો. સંજીવ ભટ્ટ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આર.બી. શ્રીકુમાર સાથે ૨૦૦૨ ના ગુજરાત રમખાણોના કેસોના સંબંધમાં કથિત રીતે બનાવટી પુરાવા ઊભા કરવા મામલે પણ આરોપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *