લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
આવક વેરા વિભાગે કોંગ્રેસને ૧૭૦૦ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે.

આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને ૧૭૦૦ કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસ મોકલી છે. આ નોટિસ વર્ષ ૨૦૨૭-૧૮ થી ૨૦૨૦-૨૧ માટે મોકલવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ટેક્સ, પેનલ્ટી અને વ્યાજ પણ ઉમેરવામાં આવ્યું છે. આ માહિતી કોંગ્રેસ પાર્ટીના નેતા વિવેક ટંઢાએ આપી છે.