IT વિભાગ કોંગ્રેસ પાસેથી ૨૫૦૦ કરોડ રૂપિયા સુધી વસૂલ કરી શકે છે

આવકવેરા વિભાગ કોંગ્રેસ પાસેથી ઓછામાં ઓછા ૨૫૦૦ કરોડ રૂપિયા વસૂલ કરી શકે છે. આવકવેરા વિભાગ પાસે પણ પૂરતા પુરાવા છે. આ બાજુ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ કાર્યવાહીને ખુલ્લો પડકાર આપ્યો છે.

IT વિભાગ કોંગ્રેસ પાસેથી 2500 કરોડ રૂપિયા સુધી વસૂલ કરી શકે છે, કમલનાથની મુશ્કેલીઓ પણ વધશે

કમલનાથની મુશ્કેલીઓ પણ વધશે.

લોકસભાની ચૂંટણી નજીક છે અને દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ આ સમયે અનેક પડકારોમાંથી પસાર થઈ રહી છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધનમાં ઘણી જગ્યાએ તેને સીટો પર સમાધાન કરવું પડ્યું છે તો, બીજી તરફ ઈન્કમટેક્સ વિભાગ તરફથી સતત આવી રહેલી નોટિસને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોંગ્રેસ ચોક્કસપણે આરોપ લગાવી રહી છે કે, ચૂંટણી પહેલા પાર્ટીને ષડયંત્રમાં ફસાવવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ આવકવેરા વિભાગ પાસે પણ પૂરતા પુરાવા છે.

આવકવેરા વિભાગ કોંગ્રેસ પાસેથી ઓછામાં ઓછા ૨૫૦૦ કરોડ રૂપિયા વસૂલ કરી શકે છે. વાસ્તવમાં, આવકવેરા વિભાગની દલીલ છે કે, ૨૦૧૩ અને ૨૦૧૯ વચ્ચે કોંગ્રેસને ઓછામાં ઓછા ૬૨૬ કરોડ રૂપિયા રોકડા મળ્યા છે.

હવે એવો આક્ષેપ છે કે, ટેક્સ ભર્યો ન હોવાથી હવે નિયમ મુજબ આવકવેરો વસૂલવામાં આવનાર છે. હકીકતમાં, આવકવેરા વિભાગે એપ્રિલ ૨૦૧૯ માં ઘણી જગ્યાએ સર્ચ કર્યું હતું, જ્યારે બે કંપનીઓને લગતી રોકડ રસીદો મળી આવી હતી – એક કંપનીનું નામ મેઘા એન્જિનિયરિંગ હતું અને બીજી કંપની કમલનાથની નજીક હોવાનું કહેવાય છે.

તપાસમાં સામે આવ્યું છે કે, પૂર્વ સીએમ કમલનાથ સાથે જોડાયેલી કંપનીમાંથી કોંગ્રેસને જે પણ પૈસા મળ્યા છે તે ભ્રષ્ટાચારના માધ્યમથી આવ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, એમપીમાં ઘણા મોટા અધિકારીઓ પાસેથી લાંચ લેવામાં આવી હતી, મંત્રી પણ તેમાં સામેલ હતા.

ઈન્કમટેક્સ અનુસાર, તેમની પાસે આ વ્યવહારોને લિંક કરવા માટે પૂરતા પુરાવા છે. વકવેરા વિભાગ પાસે ૨૦ કરોડ રૂપિયાની ચુકવણીની પણ માહિતી છે જે કમલનાથ દ્વારા સીધા AICC ઓફિસમાં ગઈ હતી.

જો કે ઈન્કમટેક્સ પણ કાયદાને ટાંકી રહ્યો છે, તેમના મતે કોઈપણ રાજકીય પક્ષ કલમ 13A હેઠળ 2000 રૂપિયાથી વધુ રોકડ લઈ શકે નહીં. પરંતુ કોંગ્રેસના કિસ્સામાં આ નિયમોની વારંવાર અવગણના કરવામાં આવી છે.

હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ કાર્યવાહીને ખુલ્લો પડકાર આપ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, જ્યારે સરકાર બદલાશે, ત્યારે ‘લોકતંત્રને તોડી પાડનારાઓ સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે. અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે, ફરી આ બધું કરવાની કોઈની હિંમત ના થાય. આ મારી ગેરંટી છે.

હવે અહીં સમજવા જેવી વાત એ છે કે, કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, તેની યુવા પાંખના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. જે બાદ જ્યારે ઈન્કમ ટેક્સની આ નોટિસ આવી ત્યારે રાહુલે ભાજપને ખુલ્લો પડકાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *