ભાભી vs નણંદ: મહારાષ્ટ્રની બારામતી બેઠક પર એક પરિવારના બે સભ્ય વચ્ચે જંગ

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ઘણી બેઠકો એવી છે જ્યાં એક પરિવારના સભ્યો એકબીજાની સામે ઉભા છે. જેમાં મહારાષ્ટ્રની બારામતી બેઠક છે જ્યાં એક જ પરિવારના ભાભી અને નણંદ વચ્ચે રાજકીય જંગ લડાશે.

ભાભી vs નણંદ: મહારાષ્ટ્રની બારામતી બેઠક પર એક પરિવારના બે સભ્ય વચ્ચે જંગ, લોકસભા ચૂંટણીમાં કોનું પલડું ભારે?
લોકસભાની ચૂંટણી ૨૦૨૪માં રસપ્રદ મુકાબલો જોવા મળશે. આવી ઘણી બેઠકો પણ સામે આવી છે જ્યાં પરિવારના સભ્યો એકબીજાની સામે ઉભા છે. મહારાષ્ટ્રના બારામતીમાં આ વખતે સૌથી મોટો રાજકીય જંગ જોવા મળી રહી છે, જ્યાં એક તરફ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર ચૂંટણી મેદાનમાં ઊભા છે, તો બીજી તરફ શરદ પવારની પાર્ટીએ આ બેઠક પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા છે. આ બારામતીમાં એક જ પરિવારના ભાભી અને નણંદ વચ્ચે રાજકીય જંગ લડાશે.

બારામતી પર એક પરિવારના બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

પહેલેથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે ચૂંટણી જંગ પરિવારના બે સભ્યો વચ્ચે લડાશે. હવે શનિવારે આ મામલે પણ મહોર લાગી છે. પહેલાં તો અજિત પવારે સુનેત્રાના નામની જાહેરાત કરી તો પછી પાછળથી શરદ પવારની પાર્ટીએ પણ રાજકીય વળતો હૂમલો કરીને સુપ્રિયા સુળેને આગળ કરી દીધા. આમ જોવા જઈએ તો આ સીટ સુપ્રિયા સુલેનો મજબૂત ગઢ ગણી શકાય.

ajit pawar, sharad pawar, supriya sule

એનસીપીનું વિભાજન

હકીકતમાં ગત વર્ષે અજિત પાવરના નેતૃત્વમાં થયેલા વિભાજન બાદ એનસીપી પોતે જ નબળી પડી ગઈ છે. શરદ પવાર પહેલી વાર ૧૯૮૪માં બારામતીથી જીત્યા હતા. ૧૯૯૧માં, તેમના પ્રિય ઉમેદવાર અજિત પવાર જીત્યા હતા અને બાદમાં તેમના કાકાને સમાવવા માટે આ બેઠક ખાલી કરી હતી.

પવારના નજીકના સહયોગી બાપુસાહેબ થિટેએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારે થોડાં વર્ષોને બાદ કરતાં બારામતીનું પ્રતિનિધિત્વ ૧૯૯૬થી પહેલા પવાર અને ત્યારબાદ સુપ્રિયા સુળે કરી રહ્યા છે. તેઓ ૨૦૦૯થી સાંસદ છે.

હવે જ્યારે એનસીપી વિભાજીત થઈ ગઈ છે અને ઉપમુખ્યમંત્રી અજીતે ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની મદદથી સુલેને હરાવવા માટે જોરદાર અભિયાન શરૂ કર્યું છે, ત્યારે શરદ પવારે પોતાની દીકરીની મદદ માટે બારામતીમાં પોતાના જૂના સાથી પક્ષો, પ્રતિસ્પર્ધીઓ અને વિવિધ સમુદાયો સુધી પહોંચવાનું શરૂ કરી દીધું છે.

આમ જોવામાં આવે તો આ વખતે બારામતીની બેઠક પર એક તરફ મોદીની ગેરંટી જોવા મળશે અને બીજી તરફ શરદ પવારની ભાવનાત્મક અપીલ હાવી થઈ જશે. સમજવા જેવી વાત એ છે કે, એનસીપી બે ભાગમાં વિભાજીત થઇ ગઈ હોવાથી જમીન પરનું સમીકરણ પણ બદલાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *