શપથગ્રહણના બીજા જ દિવસથી તમારી પાસે કામ હશે.
ભારતીય રિઝર્વ બેંક ના આજે ૯૦ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ અવસરે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આરબીઆઈએ છેલ્લા દસ વર્ષમાં ભારતની બેંકિંગ સિસ્ટમ અને અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બેંકિંગ સિસ્ટમ અને અર્થતંત્રને સુધારવા માટે છેલ્લા ૧૦ વર્ષમાં જે પણ કામ થયું છે તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું બાકી છે, આપણે હજુ દેશને આગળ લઈ જવાનો છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આજે આરબીઆઈ એક ઐતિહાસિક લક્ષ્ય પર પહોંચ્યું છે. તેમણે ૯૦ વર્ષ પૂર્ણ કર્યા છે. એક સંસ્થા તરીકે આરબીઆઈએ સ્વતંત્રતા પહેલા અને સ્વતંત્રતા પછીના બંને સમય જોયા છે. આજે આરબીઆઈ વિશ્વભરમાં જાણતું છે. તેની વ્યવસાયિકતા અને પ્રતિબદ્ધતા. આરબીઆઈના ૯૦ વર્ષ પૂર્ણ થવા પર હું તમને બધાને અભિનંદન આપું છું.’
બેલેન્સ શીટ કટોકટી અને બેંકિંગ સિસ્ટમમાં ઉથલપાથલ તરફ ઈશારો કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે તેમણે ૨૦૧૪ માં આરબીઆઈના ૮૦માં જન્મદિવસમાં ભાગ લીધો હતો, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હતી. ભારતનું બેંકિંગ ક્ષેત્ર પડકારો અને સમસ્યાઓથી ઘેરાયેલું હતું. એનપીએ હોય કે પછી સિસ્ટમની સ્થિરતાનો અભાવ હોય, દરેકને ભવિષ્ય વિશે ડર હતો. સ્થિતિ એટલી ખરાબ હતી કે સરકારી બેંકિંગ સિસ્ટમ દેશના આર્થિક વિકાસમાં ફાળો આપી શકતી ન હતી. પરંતુ આરબીઆઈ અને સરકારના અથાક પ્રયાસોને કારણે સ્થિતિ ઘણી સારી બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્ત્વની વાતો
•છેલ્લા ૧૦ વર્ષમાં સરકારે બેંકિંગ સિસ્ટમમાં ૩.૫ લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું છે.
•આ દરમિયાન બેંકિંગ સિસ્ટમમાંથી ૩.૨૫ લાખ કરોડ રૂપિયાની લોન નિરાકરણ કરવામાં આવ્યું.
•૨૭,૦૦૦ થી વધુ અરજીઓ કે જેમાં રૂ. ૯ લાખ કરોડની ડિફોલ્ટ હતી તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
•૧૦ વર્ષ પહેલા ગ્રોસ એનપીએ ૧૧ % થી વધુ હતી અને સપ્ટેમ્બર ૨૦૨૩ માં તે ઘટીને ત્રણ ટકાથી પણ ઓછી થઈ ગઈ.
•બેંકોની ક્રેડિટ ગ્રોથ ૧૫ % સુધી પહોંચી ગઈ છે. જે રેકોર્ડ સ્તરે છે.
•છેલ્લા ૧૦ વર્ષમાં સેન્ટ્રલ બેંક, બેંકિંગ સિસ્ટમ અને સામાન્ય લોકોને કનેક્ટ કર્યા છે.
•દેશની બેંકિંગ સિસ્ટમમાં ૫૨ કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી ૫૫ % ખાતા મહિલાઓના છે.
•બેંકિંગ સિસ્ટમ દ્વારા સાત કરોડથી વધુ ખેડૂતો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને તેમને ઘણો ફાયદો થયો છે.
•આજે UPI વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. દર મહિને ૧૨૦૦ કરોડથી વધુના વ્યવહારો થઈ રહ્યા છે.