શેર બજાર : નવા વર્ષે આ સ્ટોકમાં કરો રોકાણ

શેર બજાર હાલ ઓલટાઈમ હાઇ છે. જોકે ઘણા શેર હજુ પણ ઓછા વેલ્યૂએશન પર છે અથવા લાંબા સમય પછી કોન્સોલિડેશન રેન્જમાંથી બહાર નીકળવામાં સફળ થયા છે.

શેર બજાર : નવા વર્ષે આ સ્ટોકમાં કરો રોકાણ, એપ્રિલમાં મળશે 20 ટકા સુધી રિટર્ન

શેરબજારમાં વધ ઘટ દરમિયાન રોકાણકારોએ સમજી-વિચારીને માત્ર મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા સ્ટોકમાં જ નાણાંનું રોકાણ કરવું જોઇએ. માર્કેટ વોલેટાઇલ છે અને ક્યારેક જોરદાર ઉછાળો તો ક્યારેક ભારે ઘટાડો જોવા મળે છે. તાજેતરની તેજી પછી બજારની વેલ્યૂએશન વધી ગઇ છે અને હવે બજાર નવા ટ્રિગરની શોધમાં છે.

જો કે, ઘણા શેર હજુ પણ ઓછા વેલ્યૂએશન પર છે અથવા લાંબા સમય પછી કોન્સોલિડેશન રેન્જમાંથી બહાર નીકળવામાં સફળ થયા છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝે પણ આવા અમુક સ્ટોક્સની (સ્ટોક્સ ટુ બાય) યાદી આપી છે, જેમાં બ્રેકઆઉટ તાજેતરમાં જોવા મળ્યું છે. આ શેર (સ્ટોક ટિપ્સ) ટેકનિકલ ચાર્ટ પર મજબૂત દેખાઈ રહ્યા છે અને માત્ર ૩ થી ૪ અઠવાડિયામાં એટલે કે એપ્રિલ મહિનામાં ૧૫ થી ૨૦ % વળતર આપી શકે છે.

ઈપ્કા લેબોરેટરીઝ (IPCA Laboratories)

હાલનો બજાર ભાવ (CMP) : ૧૨૪૧ રૂપિયાખરીદો (Buy Range) : ૧૨૩૫ – ૧૨૧૧ રૂપિયાસ્ટોપ લોસ (Stop loss) : ૧૧૮૫ રૂપિયાઉછાળો સંભવિત (Upside) : ૬ થી ૧૦ %

સાપ્તાહિક ચાર્ટ પર, ઈપ્કા લેબના શેર એક સ્મોલ ફોલિંગ ચેનલ થી ૧૨૦૦ લેવલની આસપાસ બ્રેકઆઉટ થયુ છે, જે મજબૂત બુલિશ કેન્ડલ દ્વારા સપોર્ટેડ છે. જે સૂચવે છે કે મધ્ય ગાળામાં અપટ્રેન્ડ ચાલુ રહેશે. આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ પર થયું છે, જે વધતી ભાગીદારી દર્શાવે છે. સ્ટોક એક મીડિયમ રાઈઝિંગ ચેનલ ટ્રેન્ડ દર્શાવે છે, અને તે લોઅર બેન્ડ પર સપોર્ટ લઈ રહ્યો છે અને અપર બેન્ડ તરફ જવા માટે તૈયાર છે. સ્ટોક ડેલી અપર બોલિંગર બેન્ડની ઉપર બંધ થયો છે, જે ટૂંકા ગાળામાં પણ ખરીદીની તક સૂચવે છે. વીકલી સ્ટ્રેંથ આરએસઆઈ તેજીની ગતિમાં છે. શેર ટૂંક ગાળામાં 1300 – 1345નું લેવલ દેખાડી શકે છે.

મિસિ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિટીઝ (Mrs. Bectors Food Specialities)

હાલનો બજાર ભાવ : ૧૧૨૦- રૂપિયાખરીદો : ૧૧૨૦ – ૧૦૯૮ રૂપિયાસ્ટોપ લોસ : ૧૦૪૦ રૂપિયાઉછાળો : ૧૨ % –૧૫ %

મિસિસ બેક્ટર્સ ફૂડમાં સ્મોલ ફોલિંગ ચેનલની ઉપર ૧૧૦૦ ના લેવલની આસપાસ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ પર થયું છે, જે વધતી ભાગીદારી દર્શાવે છે. સ્ટોક વધુ સંભવિત તેજી માટે મધ્યમ ગાળાનો આધાર બનાવી રહ્યો છે. શેરને ૯૫૦ ના સ્તરે મજબૂત ટેકો છે. વિકલી સ્ટ્રેન્થ ઈન્ડિકેટર બુલિશ મોડમાં છે. શેર ટૂંક સમયમાં ૧૨૪૫ – ૧૨૮૦ નું લેવલ બતાવી શકે છે.

stock market trading tips | share market | stock investment tips | bse nse | sensex nifty

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની (ICICI Prudential Life )

હાલનો બજાર ભાવ : ૬૧૦ રૂપિયાખરીદો : ૬૦૦ – ૫૮૮ રૂપિયાસ્ટોપ લોસ : રૂપિયાઉછાળો : ૧૬ – ૨૦ %

ICICI પ્રુડેન્શિયલ લાઇફે સાપ્તાહિક ચાર્ટ પર ઇન્વર્ટેડ હેડ અને સોલ્જર પેટર્નની નેકલાઇન ઉપર બ્રેકઆઉટ કર્યું છે. શેરબજાર માં આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ પર થયું છે, જે વધતી ભાગીદારી દર્શાવે છે. સ્ટોક ૨૦, ૫૦, ૧૦૦ અને ૨૦૦ દિવસના SMA સહિત મહત્વની મૂવિંગ એવરેજથી ઉપર રહ્યો છે, જે શેરના ટ્રેન્ડમાં પોઝિટિવ બાયસના સંકેત આપે છે. વિકલી રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) બુલિશ મોડમાં છે, અને તની રિફરેન્સ લાઈનની ઉપર ટકેલો છે. શેર ટૂંક સમયમાં ૬૯૨ – ૭૧૩ નું લેવલ દેખાડી શકે છે.

( શેર સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *