પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં જનસભાને કર્યું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ઉત્તરાખંડના રુદ્રપુરમાં પ્રથમ ચૂંટણી રેલીને આજે સંબોધી હતી.પ્રધાનમંત્રી મોદીએ રેલીને સંબોધતાં  કહ્યું કે,, ઉત્તરાખંડે વીતેલા ૧૦ વર્ષમાં સારો વિકાસ સાધ્યો  છે.  આપણે હજી પણ ઉત્તરાખંડનો વિકાસ કરવાનો  છે.  આ લોકસભા ચૂંટણી માટે દેવભૂમિના આશીર્વાદ એ મારી મોટી મૂડી  છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  ત્યારબાદ રૂદ્રપુર ખાતે રોડ શોમાં પણ ભાગ લીધો હતો. તેઓ આજે રાજસ્થાનના કોટ-પુતલી તેમ જ જયપુરમાં પણ ચૂંટણી રેલીને સંબોધવાના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રૂદ્રપુરમાં સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, જનતાની તપસ્યા નહીં જાય બેકાર, આગામી સમયમાં ઉત્તરાખડને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈએ છે અને હજુ ઉત્તરાખડનો ઘણો વિકાસ કરવાની વાત કહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *