માર્ચ ૨૦૨૪ માં બેંક અને ઓનલાઈન માધ્યમ દ્વારા ૭,૧૩,૮૮,૨૧૩ રૂપિયાનું દાન કરવામાં આવ્યું.
ભવ્ય અને વિસ્તૃત કાશી વિશ્વનાથ દરબારમાં આવતા વિક્રમજનક સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મંદિરની આવકમાં સતત રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં ભક્તોએ બાબાની હુંડીમાં ૩ કરોડથી વધારે રૂપિયાનું દાન કર્યું છે.
મંદિર પ્રશાસન અનુસાર, વર્ષ ૨૦૨૩ માટે આ આંકડો ૨ કરોડથી વધારે હતો. આ વર્ષે માર્ચ ૨૦૨૪ માં બેંક અને ઓનલાઈન માધ્યમ દ્વારા ૭,૧૩,૮૮,૨૧૩ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. માર્ચ ૨૦૨૩ માં ૩,૯૦,૩૮,૧૮૦ રૂપિયાનું દાન મળ્યું હતું. જુલાઈ ૨૦૨૩ માં ૫,૨૦,૪૦,૯૦૫ રૂપિયાનું દાન મળ્યું હતું. માર્ચ ૨૦૨૪ નો મહિનો ધામનો સર્વકાલીન સૌથી વધુ આવક ધરાવતો મહિનો હતો.
માર્ચ મહિનામાં શ્રી કાશી વિશ્વનાથ ધામમાં ભક્તોના આગમનનો રેકોર્ડ બન્યો હતો. માર્ચના છેલ્લા દિવસે 31 માર્ચે ૬,૩૬,૯૭૫ ભક્તો દરીયણ પૂજા માટે મંદિર પહોંચ્યા હતા. માર્ચના ૩૧ દિવસમાં ૯૫,૬૩,૪૩૨ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. શ્રી કાશી વિશ્વનાથ ધામના નવા અને ભવ્ય સંરચનાના ઉદ્ઘાટન બાદથી ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.