કચ્ચાથીવુ ટાપુ વિવાદ પર શ્રીલંકાના પૂર્વ રાજદૂત ઓસ્ટિન ફર્નાન્ડોએ તામિલનાડુ મતદારોને આકર્ષવા ભાજપનું આ માત્ર ચૂંટણી લક્ષી અભિયાન લાગે છે, પણ ચૂંટણી પછી આ મુશ્કેલ મુદ્દો.
સામાન્ય ચૂંટણીઓ પહેલા દાયકાઓ જૂના કચ્ચાથીવુ મુદ્દાને ફરીથી જાગૃત કરવાના ભાજપના પ્રયાસો વચ્ચે, ભારતમાં શ્રીલંકાના પૂર્વ રાજદૂત ઓસ્ટિન ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે, પાર્ટીએ ભલે “મત ખેંચવા” માટે હાકલ કરી હશે પરંતુ, ભારત સરકાર માટે પીછેહઠ કરવી મુશ્કેલ હશે. ચૂંટણી પછી, તે એક “સમસ્યા” છે.
વ્યાપક રીતે સન્માનિત અને અનુભવી અધિકારી, ફર્નાન્ડો બુધવારે કોલંબોથી ફોન પર ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જો ભારત સરકાર શ્રીલંકાની દરિયાઈ આંતરરાષ્ટ્રીય સીમા રેખાને ઓળંગે છે, તો તેને “શ્રીલંકાના સાર્વભૌમત્વના ઉલ્લંઘન” તરીકે જોવામાં આવશે, કારણ કે તેમણે ૧૯૮૦ ના દાયકાના અંતમાં ભારતીય શાંતિ સેના પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાણાસિંઘે પ્રેમદાસાના નિવેદનોને યાદ કર્યા હતા.
પાકિસ્તાન કે બંગાળ અતિક્રમણ કરે તો ભારતની શુ પ્રતિક્રિયા હશે
“જો પાકિસ્તાન ગોવા નજીક આવા દરિયાઈ અતિક્રમણનો પ્રસ્તાવ મૂકે તો, શું ભારત તેને સહન કરશે? અથવા જો બાંગ્લાદેશ બંગાળની ખાડીમાં આવું કંઈક કરે છે, તો ભારતની પ્રતિક્રિયા શું હશે?” ફર્નાન્ડોએ કહ્યું, જે ૨૦૧૮ અને ૨૦૨૦ વચ્ચે ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર હતા.
ભારતે ૧૯૭૪ માં શ્રીલંકાને નાનકડો ટાપુ કચ્ચાથીવુ સોંપ્યો હતો. હવે, તમિલનાડુમાં લોકસભાની ચૂંટણીના અઠવાડિયા પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધી સરકાર પર શ્રીલંકાને “નિષ્કલંકપણે” આપવાનો આરોપ મૂક્યો છે.
ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે, “ભાજપની તમિલનાડુમાં તુલનાત્મક રીતે મજબૂત પકડ નથી, તેથી તેણે મતો આકર્ષવા અભિયાન શરૂ કર્યું છે.”
કચ્ચાથીવુ મુદ્દો મત આકર્ષવા માત્ર ચૂંટણી લક્ષી છે : ઓસ્ટિન ફર્નાન્ડો
તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, “મને એવું લાગે છે કે આ માત્ર ચૂંટણી રેટરિક છે. પરંતુ એકવાર તે આવું કંઈક બોલે તો ચૂંટણી પછી સરકાર માટે તેનાથી બચવું મુશ્કેલ હશે, કારણ કે ભાજપની જીત ચોક્કસ થશે, પણ આ સમસ્યા છે. તેમણે અને આપણે બંનેએ તેના વિશે વિચારવું જોઈએ.”
“તમિલનાડુના મતદારોને સંતુષ્ટ કરવા માટે, વિદેશ પ્રધાન જયશંકર કહી શકે છે : ‘ઠીક છે, અમને કચ્ચાથીવુ વિસ્તારમાં માછીમારીના અધિકારો આપો. શું આ અસરકારક રીતે કરી શકાય છે કે નહીં તે એક બીજી સમસ્યા છે. કોઈપણ મુદ્દા પર કોણ નિયંત્રણ કરશે? અમને એ ના કહો કે, આ ભારતીય કોસ્ટ ગાર્ડ છે.” ફર્નાન્ડોએ કહ્યું, જેમણે શ્રીલંકાના સંરક્ષણ સચિવ તરીકે પણ સેવા આપી હતી.
‘શ્રીલંકા સરકાર ઝુકે તો તેને મત ગુમાવવા પડે’
ફર્નાન્ડોએ કહ્યું કે, “જો શ્રીલંકાની સરકાર સ્વીકાર કરશે, તો શ્રીલંકા સરકાર માટે ઉત્તરીય માછીમારોના મતોનો મોટો હિસ્સો ઘટશે.”
“જો ભારત સરકાર શ્રીલંકાની દરિયાઈ આંતરરાષ્ટ્રીય સીમા રેખાને ઓળંગે છે, તો તેને શ્રીલંકાના સાર્વભૌમત્વના ઉલ્લંઘન તરીકે જોવામાં આવશે. ભૂલશો નહીં કે, જ્યારે IPKF અહીં હતું ત્યારે પ્રમુખ પ્રેમદાસાએ આ વલણ અપનાવ્યું હતું.
તમિલનાડુમાં ભાવનાત્મક મુદ્દો
બીજેપી માટે, કચ્ચાથીવુ પરનું ધ્યાન એવા રાજ્યમાં તમિલ લાગણીઓને આકર્ષિત કરે છે, જ્યાં પ્રાદેશિક ગૌરવ પ્રવર્તે છે, અને પ્રવેશ કરવાના તેમના પ્રયત્નોમાં અવરોધ બની રહ્યું છે.
ફર્નાન્ડો, શ્રીલંકાની સરકારમાં ઘણા ઉચ્ચ-સ્તરના હોદ્દા પર રહ્યા છે – જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિના સચિવ, પૂર્વીય પ્રાંતના ગવર્નર, શ્રીલંકાના વડા પ્રધાનના સલાહકાર, સંરક્ષણ સચિવ અને ગૃહ સચિવનો સમાવેશ થાય છે. લગભગ છ દાયકા સુધી ફેલાયેલી તેમની પ્રખ્યાત કારકિર્દીમાં, તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનો સાથે રાજકીય સ્પેક્ટ્રમમાં કામ કર્યું છે.
દેશની આર્થિક કટોકટી દરમિયાન ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી આર્થિક સહાય વિશે બોલતા, તેમણે કહ્યું: “હું એ હકીકતથી વાકેફ છું કે, ભારતે આર્થિક મુશ્કેલી દરમિયાન શ્રીલંકાને 4 બિલિયન ડોલરની મદદ કરી છે અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળમાં યોગદાન આપ્યું છે, અને ટેકો આપીને મદદ કરી.
તેમણે કહ્અયું કે, અમારી સરકાર કદાચ આ વિશે વિચારતી હશે, તેથી તેણે આવી જવાબદારીઓને કારણે રાજદ્વારી રીતે શાંત રહેવું પડશે. આપણા દેશની વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિ અને અહીંના ચૂંટણી વાતાવરણને કારણે મને લાગે છે કે, આ વાત બિલકુલ ઉભી ન થવી જોઈતી હતી. પરંતુ મને લાગે છે કે, ભાજપ માટે આ સૌથી યોગ્ય સમય હોઈ શકે છે.
શ્રીલંકામાં ભારતીય હાજરીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, “અહીંનો વિપક્ષ ભારતીય રોકાણોની ટીકા કરે છે અને આનાથી વધુ ટીકા થશે, વધુ મુશ્કેલ રાજકીય વાતાવરણ સર્જાશે.”
પૂર્વ ભારતીય અને શ્રીલંકાના રાજદ્વારીઓએ મંગળવારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, સરકારો 1970 ના દાયકામાં “સદ્ભાવનાથી” કરારો પર પહોંચી હતી, જ્યાં બંને પક્ષોએ “કંઈક જીત્યું” અને “કંઈક ગુમાવ્યું”. ભૂતકાળમાં શ્રીલંકા સાથે કામ કરી ચૂકેલા ભારતીય રાજદ્વારીઓએ એ પણ રેખાંકિત કર્યું છે કે, દિલ્હી વાડ્જ બેંક અને તેના સમૃદ્ધ સંસાધનો સુધી પહોંચવામાં સક્ષમ હતું.