લોકસભા ચૂંટણી ૨૦૨૪ : ગુજરાતમાં કોંગ્રેસે વધુ ૩ ઉમેદવારની જાહેરાત કરી

કોંગ્રેસે ૨૦ સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે હજુ ૪ સીટો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. બીજી તરફ ભાજપે તમામ ૨૬ સીટો પર પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે કોંગ્રેસે વધુ ૩ ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વીક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવાને અને વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે કોંગ્રેસે ૨૦ સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે હજુ ૪ સીટો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. જેમાં નવસારી, રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે બે સીટ ઇન્ડિયા ગઠબંધન તરીકે આપને આપી છે. બીજી તરફ ભાજપે તમામ ૨૬ સીટો પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.

અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી ઉમેદવાર

બીજેપીની વાત કરીએ તો અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી, દેવુસિંહ ચૌહાણ ખેડાથી, મનસુખ વસાવા ભરૂચથી, પૂનમ માડમ જામનગરથી, વિનોદ ચાવડા કચ્છથી, ભરતજી ડાભી પાટણથી, પ્રભુ વસાવા બારડોલીથી ચૂંટણી લડશે. પુરષોત્તમ રૂપાલા રાજકોટથી, મનસુખ માંડવીયા પોરબંદરથી, દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમથી, રેખા ચૌધરી બનાસકાંઠાથી અને રાજપાલસિંહ જાધવ પંચમહાલથી બીજેપીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.

ભાજપ-કોંગ્રેસ અને આપના ગુજરાતના લોકસભાના ઉમેદવાર

બેઠક ભાજપ કોંગ્રેસ આપ
ગાંધીનગર અમિત શાહ સોનલબેન પટેેલ
નવસારી સીઆર પાટીલ
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
ભરુચ મનસુખ વસાવા ચૈતર વસાવા
જામનગર પૂનમ માડમ જેપી મારવિયા
કચ્છ વિનોદ ચાવડા નિતેશ લાલન
પાટણ ભરતજી ડાભી ચંદનજી ઠાકોર
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા
દાહોદ જસવંતસિંહ ભાભર પ્રભાબેન તાવિયાડ
બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
પંચમહાલ રાજપાલસિંહ જાધવ ગુલાબસિંહ ચૌહાણ
છોટા ઉદેપુર જસુભાઇ રાઠવા સુખરામ રાઠવા
વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
સુરત મુકેશ દલાલ નિલેશ કુંભાણી
સાબરકાંઠા શોભનાબેન બારૈયા તુષાર ચૌધરી
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ
અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા
વડોદરા ડૉ.હેમાંગ જોષી જશપાલસિંહ પઢિયાર
રાજકોટ પુરુષોત્તમ રુપાલા
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા
બનાસકાંઠા રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર
ભાવનગર નિમુબેન બંભાણિયા ઉમેશ મકવાણા
અમરેલી ભરત સુતરીયા જેનીબેન ઠુમ્મર
મહેસાણા હરિભાઇ પટેલ
સુરેન્દ્રનગર ચંદુભાઇ શિહોરા ઋત્વીક મકવાણા
જૂનાગઢ રાજેશ ચુડાસમા હીરાભાઇ જોટવા

 

મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, અમરેલીથી ભરત સુતરીયા, વડોદરાથી ડૉ.હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસની વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, પોરબંદરથી લલિત વસોયા, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, ગાંધીનગરથી સોનલ પટેલ, કચ્છથી નિતેષ લાલન, અમરેલીથી જેનીબેન ઠુમ્મર, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, પાટણથી ચંદનજી ઠાકોર, જામનગરથી જેપી મારવિયા ચૂંટણી લડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *