બર્ડ ફ્લૂ વાયરસ કોરોના કરતા ૧૦૦ ગણો ખતરનાક હોવાની ચેતવણી આપી છે. જાણો એચ૫એન૧ Avian વાયરસ કેવી રીતે ફેલાય છે, લક્ષણો અને કેવી રીતે બચી શકાય છે.

એચ૫એન૧ એવિયન ફ્લૂ કોરોના થી 100 ગણો ખતરનાક હોવાની અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે ચેતવણી આપી છે. એચ૫એન૧ Avian Flu જેને સામાન્ય ભાષામાં બર્ડ ફ્લૂ પણ કહેવાય છે, તે વાયરસનું સંક્રણણ માનવમાં ફેલાયુ હોવાનો બીજો કેસ અમેરિકામાં નોંધાયો છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ બર્ડ ફ્લૂની મહામારી ફેલાવાની ચેતવણી આપી છે. જાણો એચ૫એન૧ એવિયન ફ્લૂ કેવી રીતે ફેલાય છે, લક્ષણો અને વાયરસથી કેવી રીતે બચી શકાય છે
એચ૫એન૧ એવિયન ફ્લૂ વાયરસના લક્ષણ
એચ૫એન૧ એવિયન ફ્લૂ પક્ષીઓમાં દેખાતો વાયરસ છે, જેનો ચેપ હવે મનુષ્યને પણ લાગી રહ્યો છે. બર્ડ ફ્લૂના લક્ષણોની વાત કરી તો તે અન્ય વાયરસ જેવા છે. એચ૫એન૧ એવિયન ફ્લૂ વાયરસ એટલો ખતરનાક છે કે તેનાથી અમુક કેસોમાં સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ પણ હોઈ શકે છે.
ઉધરસ આવવીશરીરમાં દુખાવો થવોતાવ આવવોન્યુમોનિયા થવોઆંચકી આવવીશ્વાસ લેવામાં તકલીફ પડવીઝાડા થવાઉબકા કે ઉલટી આવવા
એચ૫એન૧ એવિયન ફ્લૂ કેવી રીતે ફેલાય છે?
એચ૫એન૧
એવિયન ફ્લૂ એટલે કે બર્ડ ફ્લૂ પક્ષીમાં જોવા મળ્યો વાયરસ છે. આથી એક વાત સ્પષ્ટ છે કે, બર્ડ ફ્લૂ વાયરસ પક્ષીથી મનુષ્યોમાં ફેલાય છે. એચ૫એન૧ એવિયન ફ્લૂ સંક્રમિત પક્ષીના સંપર્કમાંથી આવનાર વ્યક્તિને આ વાયરસનો ચેપ લાગવાનું જોખમ રહે છે.સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, બર્ડ ફ્લૂ વાયરસ સામાન્ય રીતે મનુષ્યોને ચેપ લગાડતા નથી. જો કે, બર્ડ ફ્લૂના વાયરસ છૂટાછવાયા માનવ ચેપ થયા છે.

મુશીરાબાદની કેર હોસ્પિટલના કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડૉ. સૈયદ અબ્દુલ અલીમ ગંભરીતા પૂર્વક કહે છે, જો ચેપ લાગ્યો હોય તો એચ૫એન૧ ફ્લૂ ગંભીર સ્વાસ્થ્ય જોખમનું કારણ બની શકે છે. મરઘાં સાથે સીધી રીતે સંપર્કમાં આવનાર વ્યક્તિઓને આ વાયરસ લાગવાની સંભાવના વધારે છે.
ડો અલીમે ઉમેરે છે, દુનિયામાં પહેલીવાર ટાઈપ A એચ૫એન૧ ફ્લૂ વર્ષ ૧૯૫૯ માં જોવા મળ્યો હતો. બર્ડ ફ્લૂ વાયરસમાં સમયની સાથે ઘણા ફેરફાર આવ્યા છે અને નવા સ્વરૂપ બન્યા છે. તે કોઈ નવો સ્ટ્રેન નથી અને તે પક્ષીઓમાં પહેલેથી જ હાજર છે. જો કે ગાય, બિલાડી વગેરે જેવા સસ્તન પ્રાણીઓમાં આ વાયરસની હાજરી ખૂબ જ ચિંતાજનક છે.
બર્ડ ફ્લૂ વાયરસથી કેવી રીતે બચવું?
બર્ડ ફ્લૂ એટલે કે એચ૫એન૧ એવિયન ફ્લૂથી સંક્રમિત પક્ષીથી દૂર રહેવુંબર્ડ ફ્લૂથી સંક્રમિત પોલિટ્રી પેદાશ એટલે કે ચીકન ખાવું નહીંવારંવાર સાબુથી હાથ ધોવાબીમાર કે મૃત પક્ષીના સંપર્કમાં આવવું નહીંબીમાર કે મૃત પક્ષીના સંપર્કમાં આવો ત્યારે સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરવોસંક્રમિત પક્ષીના સંપર્ક આવો ત્યારે હાથ ધોયા વગર આંખ, નાક, મોં ને સ્પર્શ કરવો નહીંઉધરસ કે છિંક આવે ત્યારે મોં પર રૂમાલ રાખવોએચ5એન1 એવિયન ફ્લૂના લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો

બર્ડ ફ્લૂ વાયરસથી બચવા માટે કોઇ વેક્સિન છે?
હાલ મનુષ્યો માટે બર્ડ ફ્લૂ વાયરસથી બચાવતી કોઇ વેક્સિન નથી. જો કે વેક્સીન બનાવતી ફાર્મા કંપનીઓ ફ્લૂ મહામારી પર સતત નજર રાખી રહી છે.
શું ચિકન ખાવું સલામત છે?
હા. હાલ અમેરિકામાં બર્ડ ફ્લૂનો ચેપ માનવને લાગવાનો કેસ નોંધાયો છે. જો ભારતમાં અગાઉ પણ પક્ષીઓ – મરઘાને બર્ડ ફ્લૂ વાયરસ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. ભારતમાં બર્ડ ફ્લૂ મહામારી ફેલાય છે ત્યારે પણ ઊંચા તાપમાને ચિકનને યોગ્ય રીતે રાંધવામાં આવે છે, આથી વાયરસના જીવાણુ મરી જાય છે અને તે ખાવા યોગ્ય બને છે.