પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં NIA ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. ભીડે NIAના વાહનને ઘેરી લીધું અને તેના પર પથ્થરમારો કર્યો.

પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં NIA ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. ભીડે NIAના વાહનને ઘેરી લીધું અને તેના પર પથ્થરમારો કર્યો. NIAના કાફલામાં સામેલ કારને ઘેરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કાફલામાં સામેલ એક કારનો કાચ તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે પહેલા સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમને નિશાન બનાવવામાં આવી હતી, હવે પૂર્વ મિદનાપુરમાં NIA પર હુમલાની ઘટના સામે આવી છે. કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર એનઆઈએની ટીમ શનિવારે ત્યાં તપાસ માટે પહોંચી હતી. આ દરમિયાન તપાસ એજન્સીએ બે લોકોની ધરપકડ કરી હતી.