લોકસભા ચૂંટણીમાં મની પાવરનો ઉપયોગ ન થાય તે માટે ચૂંટણી પંચ વધારે સક્રિય બન્યું છે. આ સંદર્ભમાં કર્ણાટકમાં બેલ્લારી પોલીસે મોટી કાર્યવાહી કરી છે.

લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાંથી ૫.૬૦ કરોડ રોકડા, ૩ કિલો સોનું જપ્ત
લોકસભાની ચૂંટણીમાં રોકડનો મોટા પાયે ખર્ચ થવાની સંભાવનાના પગલે તેને રોકવા માટે ચૂંટણી પંચ દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે. કર્ણાટકના ગુનીનાડુ બેલ્લારી પોલીસે મોટી કાર્યવાહી કરી અને ૫ કરોડ ૬૦ લાખ રૂપિયા રોકડા, ત્રણ કિલો સોનું, ૧૦૩ કિલો જ્વેલરી અને ૨૧ નંગ ચાંદીના લગડી જપ્ત કરી હતી. મળતી માહિતી મુજબ જપ્ત કરાયેલા સોના-ચાંદીની કુલ કિંમત ૭ કરોડ ૬ લાખ રૂપિયા છે.