દિલ્હી હાઈકોર્ટે કહ્યું- ‘ધરપકડ કાયદેસર છે’.
દિલ્હીના લિકર પૉલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે. કેજરીવાલે પોતાની અરજી દ્વારા ધરપકડ અને ઈડી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે હાઈકોર્ટ તરફથી કેજરીવાલને રાહત ન મળી. કોર્ટે કેજરીવાલની અરજી ફગાવી દીધી છે અને તેની ધરપકડને કાયદેસર માની છે. હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે.