મૅક્સિકો, અમેરિકા અને કૅનેડામાં લાખો લોકોએ દિવસને રાતમાં ફેરવાતાં આશ્ચર્ય અને રોમાંચ સાથે નિહાળ્યો.

સોમવારે કેટલાય લોકોએ એક અનોખી ઘટના જોઈ. ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે ફરી રહ્યો હતો. જે કારણે પૂર્ણ સૂર્યગ્રહણ સર્જાયું હતું.
આ ગ્રહણ આખા ઉત્તરી અમેરિકા મહાખંડમાં દેખાયું. ગ્રહણ મૅક્સિકોના સમુદ્રતટથી શરૂ કરીને કૅનેડાના નયુફાઉન્ડલૅન્ડ પર પૂર્ણ થયું. ગ્રહણની જબરદસ્ત અસર નિયાગ્રા ફૉલ્સનાં વાદળો પર પણ જોવા મળી.
જે લોકોએ ગ્રહણ જોયું એ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, ભારતમાં આ ગ્રહણ જોવા નહોતું મળ્યું. સૂર્યગ્રહણ પહેલી વખત સ્થાનિક સમય પ્રમાણે ૧૧:૦૭ વાગ્યે મૅક્સિકોના પશ્ચિમી તટસ્થિત માજાત્લાનમાં જોવા મળ્યું હતું.
સોમવારે કેટલાય લોકોએ એક અનોખી ઘટના જોઈ. ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે ફરી રહ્યો હતો. જે કારણે પૂર્ણ સૂર્યગ્રહણ સર્જાયું હતું.
આ ગ્રહણ આખા ઉત્તરી અમેરિકા મહાખંડમાં દેખાયું. ગ્રહણ મૅક્સિકોના સમુદ્રતટથી શરૂ કરીને કૅનેડાના નયુફાઉન્ડલૅન્ડ પર પૂર્ણ થયું. ગ્રહણની જબરદસ્ત અસર નિયાગ્રા ફૉલ્સનાં વાદળો પર પણ જોવા મળી.
જે લોકોએ ગ્રહણ જોયું એ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, ભારતમાં આ ગ્રહણ જોવા નહોતું મળ્યું. સૂર્યગ્રહણ પહેલી વખત સ્થાનિક સમય પ્રમાણે ૧૧:૦૭ વાગ્યે મૅક્સિકોના પશ્ચિમી તટસ્થિત માજાત્લાનમાં જોવા મળ્યું હતું.
ભારે ઉત્સાહભેર લોકોએ ગ્રહણનો અનુભવ કર્યો

કૅનેડામાં લોકો સૂર્યગ્રહણને જોવા માટે નિયાગ્રા ફૉલ્સ પાસે એકઠા થયા હતા. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં સૂર્યગ્રહણ જોવા માટે આવ્યા હતા. અહીં તાપમાન લગભગ ૧૦ ડિગ્રી સેલ્સિયસ હતું અને લોકો અહીં જૅકેટ અને સાલ ઓઢીને ગ્રહણને નિહાળવા માટે આવ્યા હતા.
આ ઉપરાંત અમેરિકાના ડલાસ, ઇન્ડિયાનાપોલિસ, ક્લીવલૅન્ડ અને બફેલોમાં પણ લોકો એકઠા થયા હતા.
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા પ્રમાણે, આ સૂર્યગ્રહણ ભૂતકાળમાં થયેલાં સૂર્યગ્રહણોથી એકદમ અલગ છે.
વર્ષ ૨૦૧૭માં જોવા મળેલા પૂર્ણ સૂર્યગ્રહણની તુલનામાં આ સૂર્યગ્રહણ બે મિનિટ વધારે લાંબુ છે. આ સૂર્યગ્રહણ ચાર મિનિટ નવ સેકન્ડ સુધી ચાલ્યું હતું. છેલ્લાં સૂર્યગ્રહણો જેટલા વિસ્તારમાં દેખાયાં તેના કરતાં આ સૂર્યગ્રહણ વિશ્વના વધારે વિસ્તારોમાં જોવા મળ્યું હતું.
આ સૂર્યગ્રહણ લગભગ ૩૨૨ કિલોમીટરના વિસ્તારમાં દેખાયું, જ્યાં ૩૧ મિલિયન લોકો રહે છે. અમેરિકામાં રહેતા ૯૯ % લોકો આંશિક કે પૂર્ણ રીતે આ સૂર્યગ્રહણને નિહાળી શક્યા હતા.
સૂર્યની તુલનામાં ચંદ્ર પૃથ્વી કરતા ૪૦૦ ગણો વધારે નજીક છે. જોકે, ચંદ્ર સૂર્ય કરતા આકારમાં ૪૦૦ ગણો નાનો છે.
આ કારણે જ્યારે ચંદ્ર જ્યારે એક સીધી રેખાના બિંદુ રૂપે સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યને ઢાંકી લે છે અને આપણને ગ્રહણ જોવા મળે છે.
ગ્રહણ માનવને પ્રભાવિત કરી શકે?

બ્રહ્માંડમાં થનારી આશ્ચર્યજનક ઘટનાઓ આપણા મનોવિજ્ઞાનને પ્રભાવિત કરી શકે છે.
વર્ષ ૫૮૫ ઈસા પૂર્વની તારીખ હતી ૨૮ મે. સ્થળ હતું તુર્કીનું અનાતોલિયા. આધુનિક ઈરાનના પ્રાચીન લોકો મેડીઝ અને આધુનિક તુર્કીની દક્ષિણે આવેલું એક રાજ્ય લિડિયન છ વર્ષથી એકબીજા સાથે લડી રહ્યાં હતાં.
યૂનાની ઇતિહાસકાર હેરોડોટ્સ પ્રમાણે લડાઈ ખતમ થવાના સંકેત દેખાઈ રહ્યા ન હતા. લડાઈ રોકવાની દિશામાં કોઈ પ્રગતિ થઈ ન હતી. હેરોડોટ્સે લખ્યું, “જેવી-જેવી રીતે લડાઈ વધતી ગઈ દિવસ અચાનક રાત્રિમા બદલાઈ ગયો.”
તેઓ લખે છે, “મેડિસ અને લિડિયને જ્યારે આ ફેરફાર જોયો ત્યારે લડાઈ રોકી દીધી. બન્ને પક્ષો શાંતિની શરતો પર સહમત થવા માટે ઉત્સુક હતા.”
માનવવ્યવહાર પર ગ્રહણની અસર

આ સૂર્યગ્રહણ દરમિયાન આપણને કદાચ આટલી નાટકીય પ્રતિક્રિયા નજર ન આવે. જોકે, હાલમાં થયેલી શોધ જણાવે છે કે તે આશ્ચર્યની લાગણી પેદા કરીને આપણા પર ખૂબ જ અસર કરી શકે છે.
ખગોળીય સંયોગો કરતાં વધુ આશ્ચર્યજનક એવી કેટલીક ઘટનાઓ છે જે આપણને સંપૂર્ણ સૂર્યગ્રહણનો અનુભવ કરવાની મંજૂરી આપે છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ ચંદ્રના ચોક્કસ કદ અને પૃથ્વીથી તેના અંતર પર આધારિત છે.
સૂર્યના સામેથી પસાર થવા માટે અને કેટલીક ક્ષણો માટે સૂર્યના પ્રકાશને સંપૂર્ણપણે રોકવા માટે ચંદ્ર સૂર્યની જ કક્ષામાં હોય છે. શોધ પ્રમાણે, આ પ્રકારની આશ્ચર્યજનક ઘટનાના સાક્ષી બનનાર લોકો આપણને વધારે વિન્રમ બનવા અને બીજાની દેખભાળ કરવા માટે પ્રેરણા આપે છે.
જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયમાં મનોવૈજ્ઞાનિક શૉન ગોલ્ડીએ 2017માં થયેલા ગ્રહણની મનોવૈજ્ઞાનિક અસર વિશે શોધ કરી હતી.
તેઓ કહે છે, “લોકો એકબીજા સાથે વધારે જોડાઈ શકે છે. તેઓ કહી શકે છે કે તેમના બીજા લોકો સાથે ઘનિષ્ઠ સામાજીક સંબંધો છે. આ સાથે જે તેઓ પોતાના સમુદાય સાથે પણ વધારે જોડાણનો અનુભવ કરી શકે છે.”