હેલ્થ ટીપ્સ : ૩ દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી શરીર પર શું અસર થશે?

હેલ્થ સારી રાખવા માટે સમયસર ખાવુ પીવું જરૂરી છે નહીંત્તર શરીરમાં નબળાઇ આવી જાય છે. અડુ જીવિતમઃ ધ ગોટ લાઈફના એક સીન માટે પૃથ્વીરાજ સુકુમારને ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસ કંઈપણ ખાધા વગર ઉપવાસ કર્યા હતા.

હેલ્થ ટીપ્સ : 3 દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી શરીર પર શું અસર થશે? વેટ લોસ માટે આ રીત યોગ્ય છે? જાણો

ધ ગોટ લાઇફ ૨૮ માર્ચે થિયેટરોમાં રિલીઝ થયા બાદથી જ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. ૮ દિવસમાં આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મમાં પૃથ્વીરાજની શાનદાર એક્ટિંગે લોકોનું દિલ જીતી લીધું છે. સાથે જ એક્ટિંગ ઉપરાંત એક્ટર પોતાના લુક્સને લઈને પણ ચર્ચામાં રહે છે.

હકીકતમાં આડુ જીવિતમઃ ધ ગોટ લાઇફના એક સીન માટે પૃથ્વીરાજે પૂરા ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસ કંઇપણ ખાધા વગર ઉપવાસ કર્યા હતા. એટલું જ નહીં, ત્રીજા દિવસ તેમણે પાણીનું એક ટીપું પણ ખાધું ન હતું, તેમજ શરીરમાં બાકી રહેલું પાણી સંપૂર્ણપણે શોષાઇ જાય તે માટે વોડકાનું સેવન કર્યુ હતુ. આવા પ્રકારના ડાયટની અસર સ્ક્રીન પર સ્પષ્ટપણે દેખાય છે.

એવું કહેવાય છે કે આ ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે અભિનેતાએ લગભગ ૩૧ કિલો વજન ઘટાડ્યું છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે શું કોઈ વ્યક્તિ કંઈપણ ખાધા-પીધા વિના ૩ દિવસ સુધી આ રીતે વજન ઘટાડી શકે છે? અથવા આ પ્રકારના ઉપવાસથી વ્યક્તિના શરીર પર શું અસર પડે છે? આવો જાણીએ હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?

ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની એક ખાસ મુલાકાતમાં, રૂબી હોલ ક્લિનિક, પુણેના હિંજવાડીના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડો.વિદેહ શર્માએ જણાવ્યું હતું કે, જો તમે લાંબા સમય સુધી ખાધા-પીધા વગર રહો છો, તો તે ચોક્કસપણે તમારું વજન ઘટાડી શકે છે. જો કે વજન ઘટાડવાની આ પદ્ધતિ તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી નબળાઈ, ચક્કર આવવા, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલિત થવુ વગેરે સમસ્યાઓ થઈ શકે છે. વળી, જો યોગ્ય હાઇડ્રેશન અને પોષક તત્વોનું સેવન ન કરવામાં આવે તો, આ સ્થિતિ કેટલાક કિસ્સાઓ જીવલેણ પણ હોઈ શકે છે. ‘

ડો.શર્મા સમજાવે છે, ઘણા કલાકો સુધી કંઈ પણ ખાધા-પીધા વગર રહેવાની આ પદ્ધતિ થોડા સમય માટે જ અસરકારક છે. એટલે કે, આ રીતે ઉપવાસ કરવાથી થોડા સમય માટે વજન ચોક્કસ ઓછું થઈ શકે છે, પરંતુ પછી જ્યારે તમે તમારા અગાઉના ડાયટ પર પાછા ફરો છો, ત્યારે તમારું વજન પણ ફરીથી વધવા લાગે છે. આવી સ્થિતિમાં, તમને આ પ્રકારના ઉપવાસથી સીધો કોઈ ફાયદો થતો નથી.

Prithviraj Sukumaran movie | Prithviraj Sukumaran in Aadujeevitjam The Goat Life | Aadujeevitjam The Goat Life

વજન ઘટાડવાની યોગ્ય રીત કઇ છે?

વજન ઉતારવાનો સાચો રસ્તો સૂચવતાં ડૉ. શર્મા સમજાવે છે, લાંબા સમય સુધી ખાધા-પીધા વગર રહેવાને બદલે, અમુક વ્યક્તિઓ માટે ટૂંકા ઉપવાસ અથવા સમયાંતરે ઉપવાસ કરવાનું વધુ યોગ્ય બની શકે છે. જો કે, જો તમે હેલ્થ પ્રોબલ્મનો સામનો કરી રહ્યા છો, તો આવી સ્થિતિમાં પહેલા હેલ્થ એક્સપર્ટસની સલાહ લેવી જોઇએ.

પૃથ્વીરાજ સુકુમારન ભૂખ્યા હતા ત્યારે તેમના સ્વાસ્થ્ય પર શું અસર થઈ?

ભૂખ્યા રહ્યા બાદ પૃથ્વીરાજ સુકુમારનની સ્થિતિ વિશે વાત કરતા આડુ જીવિતમના સિનેમેટોગ્રાફર સુનીલ કેએસ એ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, અમારે આ ફિલ્મ માટે ન્યૂડ સીન શૂટ કરવાનો હતો. આ સીન માટે પૃથ્વીરાજે 3 દિવસ સુધી કંઈ જ ખાધું ન હતું. ત્રીજા દિવસે તેમણે પાણી પણ પીધું ન હતું, પરંતુ શરીરમાંથી પાણી સંપૂર્ણપણે શોષાઇ જાય તે માટે 30 એમએલ વોડકા પીધી હતી. આ પછી તેની હાલત એવી હતી કે તેને ખુરશી પર બેસાડીને શૂટિંગના સ્થળે લઇ જવામાં આવ્યા હતા. તેમનું શરીર ખૂબ જ નબળું પડી ગયુ હતું.

(આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરનો સંપર્ક કરવો.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *