ઈદ-ઉલ-ફિત્ર ભારતમાં ૧૧ એપ્રિલે મનાવવામાં આવશે

ઈદ-ઉલ-ફિત્રની વાત કરીએ તો આ તહેવારને દેશ-દુનિયાના મુસ્લિમો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

Eid-Ul-Fitr 2024 : ઈદ-ઉલ-ફિત્ર ભારતમાં 11 એપ્રિલે મનાવવામાં આવશે, જાણો મહત્વ, ઇતિહાસ

ઇસ્લામિક કેલેન્ડરમાં બે અલગ અલગ ઈદના તહેવારોનું વર્ણન છે. જેને ઈદ-ઉલ-ફિત્ર અને ઈદ-અલ-અજહા તરીકે ઓળખવામાં આવે છે. ઈદ-ઉલ-ફિત્ર રમઝાનના પવિત્ર મહિનાનો અંત અને ઇસ્લામિક કેલેન્ડરના ૧૦મા મહિના એટલે કે શવ્વાલની શરૂઆતના પ્રતિકના રૂપમાં મનાવવામાં આવે છે. જ્યારે ઈદ અલ-અજહાની વાત કરીએ તો તે હજ યાત્રા અને કુર્બાની પછી આવે છે, જે ૧૨માં મહિનાના ૧૦ મા દિવસે આવે છે.

ઈદ-ઉલ-ફિત્રની વાત કરીએ તો આ તહેવારને દેશ-દુનિયાના મુસ્લિમો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. રમઝાનના આખા મહિનાને મુસ્લિમ સમુદાયના લોકો સંયમ અને અલ્લાહ પ્રત્યે સમર્પણનું પ્રતીક માને છે.

ઈદ-ઉલ-ફિત્રની વાત કરીએ તો ફિત્ર શબ્દ અરબીના ફતર શબ્દથી બન્યો છે. જેનો અર્થ થાય છે તોડવું. જેનો મતલબ થયો ઉપવાસ તોડવા. આ દિવસે ઇબાદત કરવામાં આવે અને એકબીજાને ઇદ મુબારક કહેવામાં આવે છે. આ સાથે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.

ચાંદ દેખાયા બાદ ઈદ-ઉલ-ફિત્રની તારીખ નક્કી થાય છે

મુસ્લિમ સમુદાયના અનુયાયીઓ માટે ઈદ-ઉલ-ફિત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ચંદ્ર પર આધારિત કેલેન્ડરનું પાલન કરવાનું હોય છે. રમઝાનના પવિત્ર મહિનામાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રોઝા કરવામાં આવે છે. આ પછી સાજે ઇફ્તાર કરે છે. ચાંદ દેખાયા પછી ઈદની તારીખ નક્કી કરવામાં આવે છે. એટલા માટે જ ઈદ હંમેશા એક દિવસ આગળ-પાછળ રહે છે.

આ વર્ષે ઈદ ક્યારે છે?

આ વખતે ૧૧ એપ્રિલના રોજ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવવામાં આવશે. સાઉદી અરબમાં ભારત કરતા એક દિવસ પહેલા ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. ચદ્રમાનો મહિનો ૨૯ કે ૩૦ દિવસનો હોય છે અને ઈદ તે વાત પર નિર્ભર કરે છે કે ચાંદ ક્યારે દેખાય છે.

જો 29માં દિવસે ચાંદ જોવા મળે તો બીજા દિવસે ઈદ મનાવવામાં આવે છે અને જો ૩૦માં દિવસે ચાંદ જોવા મળે તો બીજા દિવસે ઈદનો તહેવાર મનાવવામાં આવે છે.

ઈદનો ઈતિહાસ

એવું માનવામાં આવે છે કે ઈદનો તહેવાર પ્રથમ વખત ૬૨૪ ઇસવીમાં મનાવવામાં આવી હતી. આ દિવસે પયગંબર હજરત મહંમદ સાહેબે બદ્રની લડાઇમાં જીત મેળવી હતી. તેથી જ તે યુદ્ધને જંગ-એ-બદર કહેવામાં આવે છે. આ યુદ્ધમાં મુસલમાનોની જીત થઇ હતી. આ કારણે આ દિવસે એકબીજાનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. જેથી ઈદ-ઉલ-ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *