ગાયોને તબક્કાવાર થોડી થોડી સંખ્યામાં રસ ખાવા માટે છોડવામાં આવે તે પ્રકારે આયોજન કરાયુ, આટલા મોટા પાયે ગાયોને કેરીનો રસ ખવડાવવાનો કાર્યક્રમ પ્રથમ વખત યોજાયો
વડોદરાની સંસ્થાએ કજણ ખાતેની પાંજરાપોળમાં ૨૦૦૦ જેટલી ગાયોને કેરીના રસનુ ભોજન કરાવ્યુ હતુ.જેમાં ૫૦૦ કિલો કેરીનો રસ વાપરવામાં આવ્યો હતો.
વડોદરાની સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશનના સ્થાપક નીરવ ઠક્કરનુ કહેવુ છે કે, અમે છેલ્લા પંદર દિવસથી આ માટે તૈયારી કરી રહ્યા હતા.ગાયોને કેરીનો રસ ખવડાવવા માટે અમે ફ્રોઝનની જગ્યાએ તાજો કેરીનો રસ કઢાવવા માટે આયોજન કર્યુ હતુ.એ પછી સેંકડો કારબા ટેમ્પમાં ભરીને ૫૦૦ કિલો કેરીનો રસ કરજણની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં ગાયોને ખવડાવવા માટે એક મોટી કયારી બનાવવામાં આવી છે.જેને મેં તેમજ મારી સંસ્થાના કાર્યકરોએ પહેલા સાફ કરી હતી અને એ પછી તેમાં કેરીનો રસ ઠાલવ્યો હતો.
નીરવ કહે છે કે, સેંકડો ગાયોને એક સાથે કેરીનો રસ ખાતી જોવાનુ દ્રશ્ય આંખ ઠારે તેવુ હતુ.ગાયોને તબક્કાવાર થોડી થોડી સંખ્યામાં રસ ખાવા માટે છોડવામાં આવે તે પ્રકારે આયોજન કરાયુ હતુ.કદાચ આટલા મોટા પાયે ગાયોને કેરીનો રસ ખવડાવવાનો કાર્યક્રમ અહીંયા પહેલી વખત યોજવામાં આવ્યો હતો.