સિંધવ મીઠું અથવા રોક સોલ્ટ વિષે કેટલાક લોકો માને છે કે આ મીઠાનું સેવન સ્વાસ્થ્ય ફાયદા પ્રદાન કરે છે, ત્યારે તમારા શરીર પર તેની અસરને સમજવી મહત્વપૂર્ણ છે.
ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. આ નવ દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને માતાજીની આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન સિંધવ મીઠું અથવા રોક સોલ્ટ નું સેવન કરે છે. આ મીઠું ક્ષારયુક્ત ગુણધર્મો વાળું મીઠું છે. કેટલાક લોકો માને છે કે આ મીઠાનું સેવન સ્વાસ્થ્ય ફાયદા પ્રદાન કરે છે, ત્યારે તમારા શરીર પર તેની અસરને સમજવી મહત્વપૂર્ણ છે.
ડૉ. ના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ ભોજન દીઠ ૧.૫ ગ્રામથી ઓછું રોક સોલ્ટ ખાવું જોઈએ. “જ્યારે રોક મીઠુંનું સેવન કરવાની વાત આવે છે ત્યારે મધ્યસ્થતા એ ચાવી છે તેથી તેનો દરરોજ ઉપયોગ ન કરવો જોઈએ.”
એક અઠવાડિયા સુધી રોક સોલ્ટ ખાવાના ફાયદા
સોડિયમનું ઓછું સેવન : રેગ્યુલર સોલ્ટની સરખામણીમાં આ મીઠામાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. આ હાઈ બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિઓ માટે અથવા સોડિયમનું સેવન મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવતા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે. આ ઉપંરાત ભૂખમાં સુધારો કરી શકે છે અને આંતરડાને સાફ કરી શકે છે.
પાચનમાં મદદ કરે : આયુર્વેદ અનુસાર, રોક સોલ્ટ તેના આલ્કલાઇન ગુણધર્મોને કારણે પાચનમાં મદદ કરી શકે છે. જો કે, આ દાવાને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા મર્યાદિત છે. જોકે, એક્સપર્ટ આ સિદ્ધાંતને સમર્થન આપતાં કહે છે કે તે હાર્ટબર્ન, પેટનું ફૂલવું, પાચન સમસ્યાઓ અને કબજિયાતને સુધારવા માટે જાણીતું છે.
એક અઠવાડિયા સુધી રોક સોલ્ટ ખાવાના ગેર ફાયદા
આયોડિનની ઉણપ: રેગ્યુલર મીઠું આયોડિનથી ભરપૂર હોય છે, જે થાઇરોઇડ કાર્ય માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે. તેને સેંધા નમક સાથે બદલવાથી આયોડિનની ઉણપ થઈ શકે છે, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને બાળકોમાં.
મર્યાદિત મિનરલ્સ : જ્યારે રોક સોલ્ટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા ટ્રેસ મિનરલ્સ હોય છે, તેની માત્રા ખૂબ ઓછી હોય છે અને રોજિંદી જરૂરિયાતો પૂરી થવાની શક્યતા નથી.
ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન: આપણું શરીર સોડિયમ સહિત ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલન પર આધાર રાખે છે. સોડિયમનું અત્યંત ઓછું સેવન કરવાથી માથાનો દુખાવો, થાક અને સ્નાયુઓમાં ખેંચાણ વધી શકે છે.
ડૉ. ઓં એ ચેતવણી આપી કે, “રોક સોલ્ટ, સ્કિનના સંપર્કમાં આવવાથી બળતરા, અને ફોલ્લીઓનું કારણ બની શકે છે, જ્યારે શ્વાસ લેવામાં આવે ત્યારે તે ઉધરસનું કારણ બની શકે છે, જેનાથી મોં, ગળા, પેટ, આંતરડા અને ફેફસાંમાં બળતરા થાય છે.
રોક સોલ્ટનું મર્યાદિત સેવન કરવુંએ મહત્વનું છે. નવરાત્રી દરમિયાન વિવિધ પ્રકારના પૌષ્ટિક ખોરાક લેવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને રોક સોલ્ટનો ઉપયોગ સંયમિત કરો અને ડૉક્ટરની સલાહ લેવાથી તમે તમારી પોષક જરૂરિયાતોને પૂરી કરી શકો છો.