પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર છત્તીસગઢના કાંકેર જિલ્લાના છોટા બેથા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં થયું હતું. માહિતી અનુસાર, પોલીસે ઘટના સ્થળેથી જ ૫ AK-૪૭ અને LMG હથિયારો પણ જપ્ત કર્યા છે.

છત્તીસગઢમાં નક્સલી ઓપરેશન : લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કાના મતદાન પહેલા, છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે મોટા અથડામણના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થયું છે અને તેમના ટોચના કમાન્ડર શંકર રાવ પણ માર્યા ગયા છે. જો કે આ અથડામણમાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા છે. જ્યારે ૨૯ નક્સલી માર્યા ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર છત્તીસગઢના કાંકેર જિલ્લાના છોટા બેથા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં થયું હતું. માહિતી અનુસાર, પોલીસે ઘટના સ્થળેથી જ ૫ AK-૪૭ અને LMG હથિયારો પણ જપ્ત કર્યા છે. આ અથડામણમાં એક ઈન્સ્પેક્ટર સહિત ત્રણ જવાન પણ ઘાયલ થયા છે.
આ એન્કાઉન્ટર અંગે આઈજી બસ્તર પી સુંદરરાજે માહિતી આપી છે કે, છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલ વિસ્તારમાં હજુ પણ નક્સલવાદીઓ સામે એન્કાઉન્ટર ચાલુ છે. ઘાયલ જવાનોને કારણે ઘટનાસ્થળે વધુ ફોર્સ મોકલવામાં આવી છે.
શંકર રાવ પર હતુ ૨૫ લાખનું ઇનામ
તમને જણાવી દઈએ કે એસપી કલ્યાણ અલીસેલાએ પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ૧૮ નક્સલવાદીઓ માર્યા ગયા છે. ૨૫ લાખનું ઈનામ ધરાવતો નક્સલવાદી ટોપ કમાન્ડર શંકર રાવ પણ માર્યો ગયો છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકેરના બીનાગુંડા ગામમાં ૧૬ એપ્રિલે BSF અને DRGની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અહેવાલ મુજબ, તે ઓપરેશન દરમિયાન, સીપીઆઈ માઓવાદી કેડરોએ BSF ઓપ્સ પાર્ટી પર ગોળીબાર કર્યો અને BSF જવાનોએ તેમની સામે અસરકારક રીતે જવાબ આપ્યો.
મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં બીએસએફના એક જવાનને પગમાં ગોળી વાગી હતી, જો કે તે હવે ખતરાની બહાર છે.