રામનવમીના અવસરે અયોધ્યામાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું, બપોરે ૧૨:૦૦ વાગ્યે સૂર્યના કિરણોથી લગભગ ૪ મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું.
આજે દેશભરમાં રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તરફ હાલ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિને સુર્ય તિલક કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આજે રામલલાના દર્શન ૧૯ કલાકથી વધુ ચાલશે. સાથે જ આજે સવારે ૦૩:૩૦ કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે બપોરે ૧૨:૦૦ વાગ્યે સૂર્યના કિરણો લગભગ ૪ મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું છે.
રામનવમીના અવસરે અયોધ્યામાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. સૂર્યના કિરણો રામલલાના લલાટ પર પડશે જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે. એ તો જાણીતું જ છે કે મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના ત્રીજા માળેથી રામલલાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલાની મૂર્તિ સુધી પહોંચી છે.
અયોધ્યામાં થવા જઈ રહેલ સૂર્ય તિલકની વાત કરીએ તો મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો ૧૭ એપ્રિલે બપોરે ૧૨:૦૦ વાગ્યે ગર્ભગૃહમાં પડ્યા હતા. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થયા અને રામલલાના માથા પર ૭૫ મીમીના ગોળ તિલકના રૂપમાં ૪ મિનિટ સુધી જોવા મળ્યા હતા. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થયું છે.