ગાંધીનગરથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના શ્રીગણેશ કર્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ અને ગાંધીનગર કલોલમાં તેમણે જંગી રોડ શૉ યોજ્યો હતો. સૌથી પહેલા અમિત શાહ સાણંદ પહોંચ્યા હતા..અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારબાદ સાણંદ એપીએમસી માર્કેટ પાસેથી અમિત શાહનો રોડ શૉ શરૂ થયો હતો.
જે મુખ્ય બજાર, બસ સ્ટેશન પરથી પસાર થઈ નળ સરોવર રોડ ખાતે પૂર્ણ થય હતો. રસ્તાની બંને બાજુ અમિત શાહને આવકારવા માટે લોકોની ભીડ ઉમટી હતી. સાણંદમાં રોડ શૉ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ ગાંધીનગરના કલોલ પહોંચ્યા હતા. અહી જે.પી. ગેટ પરથી રોડ શૉની શરૂઆત થઈ હતી.
બાદમાં રોડ શૉ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ભવાની નગર ચાલી, ખૂની બંગલા તળાવ સહિતના વિસ્તારમાંથી પસાર થઈ ટાવર ચોક ખાતે પૂર્ણ થયો હતો. રોડ શૉમાં અમિત શાહની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોવા મળ્યા હતા. કલોલ બાદ અમિત શાહ સાંજે અમદાવાદના રાણીપથી જીવરાજ પાર્ક સુધી રોડ શૉ કરશે. મોડી રાત્રે અમિત શાહ અમદાવાદના વેજલપુરમાં જાહેરસભા પણ સંબોધશે. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે અમિત શાહ આવતીકાલે ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરશે.
તેમનો ત્રીજો રોડ શો અમદાવાદ શહેરના અગ્રણી વિસ્તારોને આવરી લેશે જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ભાગ છે. તેઓ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધવાના છે. બીજેપી નેતા અનુરાગ ઠાકુર પણ આજે ગુજરાતમાં પાર્ટી માટે પ્રચાર કરશે. તેઓ આજે જામનગર શહેરમાં રોડ શો કરશે અને રેલીને સંબોધશે.
સાણંદ રોડ-શૉ રૂટ
- સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ)
- સાણંદ તાલુકા પંચાયત કચેરી
- ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
- સાણંદ બસ સ્ટેન્ડ
- સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન
કલોલ રોડ-શૉ રૂટ
- જે.પી. ગેટ (કલોલ શહેર)
- ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા
- ભવાની નગર ચાલી
- ખુની બંગલા તળાવ રોડ
- ટાવર ચોક- સમાપન
સાબરમતી રોડ-શૉ રૂટ
- સરદાર પટેલ ચોક
- વિજય રામી સર્કલ
- શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ
- શ્રી રામેશ્વર મહાદેવ મંદિર
- શાંતારામ કોમ્યુનિટી હોલ
- ચાંદલોડિયા રોડ- સમાપન
ઘાટલોડિયા રોડ-શૉ રૂટ
- ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન
- અમૂલ ઔડા ગાર્ડન ચોક
- પ્રભાત ચોક
- વીર મહારાણા પ્રતાપની પ્રતિમા
- ગૌરવ પથ
- રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન
નારણપુરા રોડ-શૉ રૂટ
- રન્ના પાર્ક
- ચાય વાલે
- પટેલ ડેરી
- એ. ઇ. સી. બ્રિજ
- સહજાનંદ એવન્યુ
- સોલાર ફ્લેટ
- જયદીપ હોસ્પિટલ
- લોયલા સ્કુલ
- ક્રિષ્ના ડેરી- સમાપન
વેજલપુર રોડ-શૉ રૂટ
- જીવરાજ પાર્ક
- તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી
- વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ
- કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર- સમાપન અને જાહેરસભા