લોકસભા ચૂંટણી ૨૦૨૪: કૂચબિહારમાં હિંસા, છત્તીસગઢમાં બ્લાસ્ટ, વોટિંગમાં ત્રિપુરા અને બંગાળ આગળ

સવારે ૦૭:૦૦ વાગ્યથી અને સાંજે ૦૬:૦૦ વાગ્યે સુધી ચાલશે. પહેલા તબક્કામાં ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૦૨ લોકસભા સીટો પર મતદાન થશે.

Lok Sabha Election 2024 Phase 1 Live Updates: કૂચબિહારમાં હિંસા, છત્તીસગઢમાં બ્લાસ્ટ, વોટિંગમાં ત્રિપુરા અને બંગાળ આગળ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના પ્રથમ તબક્કાનું મતદાન આજે ૧૯ એપ્રિલે સવારે ૦૭:૦૦ વાગ્યે શરૂ થઈ ગયું છે જે સાંજે ૦૬:૦૦ વાગ્યે સમાપ્ત થશે. પહેલા તબક્કામાં ૨૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૦૨ લોકસભા સીટો પર મતદાન થશે. જેમાં ૮ કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલની સીટનો પણ સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં તમિલનાડુ (૩૯), ઉત્તરાખંડ (૫), અરુણાચલ પ્રદેશ (૨), રાજસ્થાન (૧૨), મહારાષ્ટ્ર (૫), આસામ (૫), બિહાર (૪), મધ્યપ્રદેશ (૬), ઉત્તર પ્રદેશ (૮), પશ્ચિમ બંગાળ (૩) અને ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ ૧-૧ સીટ પર મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુના બનેલા કમિશને પહેલા તબક્કાના સરળ સંચાલન માટે ગુરુવારે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.

ગુરુવારે જાહેર કરાયેલા એક વીડિયોમાં મુખ્ય ચૂંટણી કમિશનરે મતદારોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી. સાત તબક્કાની ચૂંટણી દરમિયાન હીટવેવ વિશેની ચેતવણીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ઉનાળાની ગરમી વિશે વાત કરવામાં આવે છે, તે સાચું છે. તમારે અને અમે તમામ સાવચેતી રાખવી જોઈએ, પરંતુ હું જાણું છું કે ભારતીય મતદાતાની ભાવના ઉનાળાની ગરમીને હરાવી દેશે. લોકસભાની ૧૦૨ બેઠકો ઉપરાંત અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં શુક્રવારે વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.

પ્રથમ તબક્કામાં કુલ ૧૬.૬૩ કરોડ મતદારો

પ્રથમ તબક્કામાં કુલ ૧૬.૬૩ કરોડ મતદારોમાંથી ૮.૪ કરોડ પુરૂષ, ૮.૨૩ ​​કરોડ મહિલા અને ૧૧,૩૭૧ ટ્રાન્સજેન્ડર મતદારો છે. ૩૫ લાખથી વધુ પ્રથમ વખતના મતદારો પણ તેમના મત આપવા માટે પાત્ર છે. કમિશન મુજબ ૧,૬૨૫ ઉમેદવારો (૧,૪૯૧ પુરુષ અને ૧૩૪ મહિલા) મેદાનમાં છે.

સુરક્ષા દળોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે કહ્યું કે ૪૧ હેલિકોપ્ટર, ૮૪ વિશેષ ટ્રેનો અને લગભગ ૧ લાખ અન્ય વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. ૫૦ % થી વધુ મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ હશે, જે અધિકારીઓને જોવા માટેની કાર્યવાહીનું લાઈવ-સ્ટ્રીમિંગ છે.

ત્રિપુરા અને બંગાળ મતદાનમાં સૌથી આગળ છે

સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી મતદાનની દ્રષ્ટિએ ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ આગળ છે. સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી ત્રિપુરામાં ૩૪.૫૪ % મતદાન થયું હતું જ્યારે પશ્ચિમ બંગાળમાં 33.૫૬ % મતદાન થયું હતું. યુપીની ૮ સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે, ૧૧:૦૦ સુધી ૨૫.૨૦ % મતદાન થયું છે. ઉત્તરાખંડની પાંચેય બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે, સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી ૨૪.૮૩ % મતદાન થયું છે. તામિલનાડુની તમામ ૩૯ લોકસભા સીટો પર સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી ૨૩.૮૭ % મતદાન થયું છે. પૂર્વોત્તર રાજ્ય સિક્કિમમાં ૧૧:૦૦ વાગ્યા સુધી ૨૧.૨૦ % મતદાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *