સમગ્ર રાજ્યની સાથે સૌરાષ્ટ્રમાં આપ્યું ઓરેન્જ એલર્ટ
સમગ્ર રાજ્યની સાથે સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જુનાગઢ સહીતના જિલ્લાઓમાં હીટવેવ વધુ તીવ્ર બની શકે તેમ છે. આગામી ૨૪ કલાકમાં જૂનાગઢ સહીત આસપાસના વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૧ થી ૪૨ ડિગ્રી સુધી જઈ શકે છે. જેથી લોકોને બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળવા અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફ કૃષિ હવામાન સેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનનો પારો એક થી બે ડિગ્રી ઓછો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગત વર્ષે જૂનાગઢ જીલ્લામાં વધુમાં વધુ તાપમાન ૪૪.૬ ડિગ્રી નોંધાયું હતું, પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનામાં જ તાપમાન ૪૨.૧ ડિગ્રી પહોંચતા લોકો આકુળ-વ્યાકુળ બન્યા હતા.